સુંદરતા વધારવા માટે દરેક પ્રકાર રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ માટે સુંદરતાની વાત કરવામાં આવે ત્યારે તેમના માટે તો આનાથી વધારે મહત્વની વસ્તુ કોઈ હોઈ જ ન શકે. આપણા રસોડામાં પણ એવી એવી વસ્તુઓ હોય છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેના ઉપયોગથી જ સુંદરતા માટે માસ્ક અથવા ક્રિમ બનાવી શકાય છે.
ત્વચા પર ઘીનો ઉપયોગ તમે મોસ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો. તેના માટે બે ચમચી ઘીને બરાબર ઓગાળી લેવું. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ બે ચમચી મિક્સ કરી અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરી દસ મિનિટ રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. ઘીનો ઉપયોગ આ રીતે કરવાથી સમસ્યા દૂર થાય છે.
રસોડામાં વાસણ ધોવા સહિતના કામ કરતી વખતે ઘણી વખત હાથની ત્વચા ડ્રાય અને રફ થઈ જાય છે. તેવામાં હાથની ત્વચા ને સોફ્ટ બનાવવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બે ચમચી નાળિયેરના તેલમાં અથવા તો બદામના તેલમાં ઘી મિક્સ કરીને હાથ પર અપ્લાય કરો અને થોડીવાર મસાજ કરો.
બે ચમચી ચણાના લોટમાં બે ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં એક ચપટી હળદર ઉમેરી પેસ્ટ તૈયાર કરી અને તેને ચહેરા તેમજ ગરદન પર અપ્લાય કરો. 20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે.