ઉનાળાની ઋતુમાં સતત પરસેવો અને સૂર્યપ્રકાશને કારણે ચહેરા અને શરીરની ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે. જેના કારણે આપણે પિમ્પલ્સ, ખીલ, ટેનિંગ, સનબર્ન, કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડલનેસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કાચી કેરીનું પેક તમારા ચહેરા માટે મદદરૂપ સાબિત થશે. જેને લગાવવાથી તમારી ત્વચા ગ્લો કરશે. કાચી કેરીને વિટામિન A, વિટામિન C તેમજ એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
સામગ્રી
1 કાચી કેરી
2-3 ચમચી ઓટમીલ
6-7 બદામ
2-3 ચમચી કાચું દૂધ
બનાવવાની રીત
1 સૌપ્રથમ કાચી કેરી, ઓટમીલ અને બદામને પીસી લો.
2 પછી તેને એક વાસણમાં ભરીને તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
3 આ પછી આ પેકને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી તેને સાદા પાણીથી સાફ કરી લો.
4 તમે અઠવાડિયામાં ત્રણ વખત આ પેકનો ઉપયોગ કરી શકો છો.
સામગ્રી
3-4 કાચી કેરી
2-3 ચમચી ચણાનો લોટ
1 ચમચી મધ
1 ચમચી દહીં
1 ચપટી હળદર પાવડર
બનાવવાની રીત
1 સૌપ્રથમ કેરીને પીસીને તેની પેસ્ટ તૈયાર કરો.
2 પછી એક વાસણમાં ચણાનો લોટ, મધ, દહીં અને હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો.
3 આ મિશ્રણને તમારા ચહેરા, ગરદન અને શરીરના અન્ય ભાગો પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સાદા પાણીથી સાફ કરો.