Site icon Revoi.in

બાળકોનો આઈક્યૂ વધારવો છે તો જોઈલો આ નાની નાની પણ મહત્વની ટ્રિક

Social Share

 

દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના બાળક હોશિંયાર બને અને જીવનમાં કંઈક કરી બતાવે ,જો કે આ વસ્તુઓ જ્યારે બાળક નાના હોય ત્યારથી જ લાગૂ પડતી હોય છે તેના માટે બાળક પર પુરતુ ધ્યાન આપાવની જરુર હોય છે ગમ્મત સાથે જ્ઞાન આપવાથી બાળકનું આઈક્યૂ લેવલ સારુ બને છે.

જ્ઞાનાત્મક કૌશલ્યોને વધારવા માટે એક સરસ રીત છે. તે તેમને વધુ સારી રીતે શીખવામાં મદદ કરે છે, તેઓ વસ્તુઓ જાણવાની ઇચ્છા ધરાવે છે. આ બદલામાં જીવનના તમામ ક્ષેત્રોમાં તેમની સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. તો ચાલો જોઈએ કેટલીક એવી ટ્રિક જે તમારા બાળકને કામની છે.

વાંચવાની સાચી રીત શીખવાડો

એક નાનું બાળક છે જે વાંચવાનું શીખી રહ્યું છે? જ્યારે તમે કોઈ પુસ્તક વાંચતા હોવ ત્યારે તેમને ફક્ત પુસ્તક જોવાનું જ નહિ, શબ્દો પર ધ્યાન આપવાનું પણ શીખવો.અલ્પ વિરામ પૂર્ણ વિરામ પર કઈ રીતે બોલવું તે શીખવો સાથે તમે પણ તેમની સાથે વાંચો, તેમની સાથે નહીં. સંશોધન દર્શાવે છે કે તે તેમના વાંચન કૌશલ્યને બનાવવામાં મદદ કરે છે.

યાદ શક્તિ વધારવા માટે આ ગેમ્સ રમાડો

યાદશક્તિ વધારવા માટે મેમરી એક્ટિવિટી ખૂબ જ ફાયદાકારક છે. આ માત્ર યાદશક્તિમાં સુધારો કરવાની સાથે  તે તાર્કિક કુશળતા અને ભાષા કૌશલ્યને પણ વધારી શકે છે. આમાં, તમે આ રમતો બાળકોને રમવા માટે આપી શકો છો.જેમાં કોયડો ઇકેલ,ક્રોસવર્ડ કોયડાઓ કાર્ડ  મેચિંગ/કાર્ડ ગેમ્સ અને સુડુકોનો સમાવેશ થાય છે.

બાળકો સાથે સવાલ જવાબની ગેમ્સ રમો

પ્રશ્નો પૂછવાનો અર્થ એ નથી કે તમે હંમેશા બાળકોને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછો, પરંતુ તમે નાની નાની બાબતોને લગતા સવાલ પૂછી શકો છો. આવી સ્થિતિમાં, બાળક તેની આસપાસની વસ્તુઓ વિશે શું વિચારે છે તે અનુમાન લગાવવું તમારા માટે સરળ રહેશે.ઘરની વિશે પશ્ન પૂછી શકો, ફળો વિશે ફૂલો વિશે