કારના ઘણા ભાગો કોઈપણ સમસ્યા વગર મળીને કામ કરે છે. એ જ રીતે કારની બેટરી બગડી જવા પર ઘણી પરેશાનીઓ થાય છે. આજે જણાવશુ કે કેવી રીતે ધ્યાન રાખીને બેટરીની ઉંમર વધારી શકાય છે.
• કાર સ્ટાર્ટ કરવામાં પરેશાની
કોઈપણ કારમાં બેટરીનું સારી રીતે કામ કરવું ખૂબ જરૂરી છે. જો આમ ન થાય તો કાર સ્ટાર્ટ કરવા જેવા અનેક કામમોમાં પરેશાની થાય છે. ઘણી વાર, લાપરવાહીને કારણે, લોકો કાર ચાલુ કર્યા વગર લાઇટ ચાલુ કરવા, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ચલાવવા જેવા કામ કરે છે. જેના લીધે બેટરી વારંવાર ડિસ્ચાર્જ થવા લાગે છે અને લાંબા સમય સુધી આમ રહેવાને કારણે બેટરીની ઉંમર ઘટી જાય છે.
• સફાઈનું ધ્યાન રાખો
જો તમે ચાહો છો કે તમારી કારની બેટરી લાંબા સમય સુધી વગર પરેશાની વિના ચાલે. તેથી બેટરીની અંદર અને તેની આજુબાજુ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર બેટરીના ટર્મિનલ્સ પર સફેદ કલરનો પદાર્થ ભેગો થાય છે. તેને સાફ ન કરવામાં આવે તો તે લાંબા ટાઈમ સુધી જમા થવાને કારણે તેને દૂર કરવું થોડું મુશ્કેલ બની જાય છે. તેની સાથે કારની બેટરીની ક્ષમતાને અસર કરે છે.
• ગ્રીસનો ઉપયોગ ના કરો
બેટરીની ઉંમર વધારવા માટે ટર્મિનલ પર ગ્રીસનો પયોગ ના કરવો જોઈએ. તેની જગ્યાએ બેટરી ટર્મિનલ પર વૈસેલીન કે પેટ્રોલિયમ જૈલીનો ઉપયોગ કરવો જોઈએ.
• કંપનીની બેટરી સારી હોય છે
કોઈ સારી કંપનીની બેટરીનો ઉપયોગ કારમાં કરવામાં આવે તો તેની ઉંમર સામાન્ય બેટરીની ઉંમર કરતા વધારે હોય છે. તેનુ કારણ એ છે કે બેટરી કંપની દ્વારા ઘણા માનકો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જે બેટરીની ઉંમરને અસર કરે છે.