દેશભરમાં પેટ્રોલના ભાવ થોડા જ સમયમાં ખૂબ વધી ગયા છે. એવામાં લોકો જૂની ગાડીઓમાં જ સીએનજી કિટ લગાવે છે. જો કે, કિટ લગાવ્યા પછી નાની લાપરવાહીને કારણે મોટું નુકશાન થવાની શક્યતા છે.
• આરસી અપડેટ કરવી જરુરી
જો તમે પણ તમારી જૂની ગાડીમાં સીએનજી કીટ લગાવી રહ્યા છો. તો કીટ લગાવ્યા પછી તમારે ગાડીની આરસીમાં પણ સીએનજીને અપડેટ કરાવવી પડે છે. એના માટે તમારે ઘરના નજીકના આરટીઓને જાણકારી આપવી જરૂરી છે. કોઈ પણ વાહન લીધા પછી પરિવહન વિભાગ તરફથી રડિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેમાં વાહનની બધી જ ડિટેલ હોય છે. તેમાં વાહનના બળતણની પણ જાણકારી હોય છે. જો ગાડીમાં સીએનજી નખાવવું છે તો આરસીમાં તેને અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે. ફોર્મ ભરીને આરટીઓમાં આપ્યા પછી વાહનનું ચેકિંગ થાય છે. તેના પછી અપ્રૂવ કરી અપડેટ કરવામાં આવે છે.
• ઈન્શ્યોરન્સ પોલિસી પણ અપડેટ કરાવો
એક વાર આરસીમાં અપડેટ કરાવ્યા પછી ગાડીનો ઈન્શ્યોરન્સ જે કંપનીનો કરાયો હોય. તેને પણ તેની જાણકારી આપવી જોઈએ. ઈન્સ્યોરન્સ કંપનીને આ માહિતી આપ્યા બાદ તેમના વતી કારનો ફોટો લેવામાં આવે છે અને કેટલાક દસ્તાવેજો લેવામાં આવે છે. જે બાદ વીમામાં સીએનજી પણ અપડેટ થાય છે. આ માટે, વીમા કંપની દ્વારા ચાર્જ લેવામાં આવે છે અને કારના વીમામાં CNGની કિંમત ઉમેરવામાં આવે છે. જે પછી કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ વધે છે, પરંતુ તમારી કાર સુરક્ષિત બની જાય છે.