જો ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માંગો છો તો આજે જ લગાવો આ છોડ
એવું પણ માનવામાં આવે છે કે ઘણા સુંદર છોડ ઘરમાંથી નકારાત્મકતા અને ખરાબ ઉર્જા દૂર કરવાની ક્ષમતા રાખે છે.
તુલસી– ભરતમાં અને ખાસ કરીને હિંન્દૂ પરિવારમાં તુલસીનો છોડ તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અને માનવામાં આવે છે કે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે ઘરની અંદર તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે.
મની પ્લાન્ટ- તમામ સંસ્કૃતિઓ અને માન્યતાઓમાં મની પ્લાન્ટ સારા નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે જાણીતું છે અને ઘરની આર્થિકતાને નુકસાન પહોંચાડતી નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે. ઘરની અંદરના વાતાવરણમાં મની પ્લાન્ટની સંભાળ રાખવી પણ સરળ છે.
પીસ લીલી– પોતાના નામ પ્રમાણે, પીસ લીલી ઘરમાં સંવાદિતા અને શાંતિનુ યોગ્ય સ્તર સેટ કરે છે. આ ખાલી દેખાવામાં જ સુંદર નહીં પણ હવા સાફ કરવામાં અને હાનિકારક ઈનડોર ટોક્સિન્સને નિષ્ક્રિય કરવામાં પણ મદદ કર છે.
એલોવેરા– એક બીજો છોડ જેના વિશે કહેવામાં આવે છે કે આ નકારાત્મકતા અને ખરાબ ઉર્જાને દૂર રાખે છે. તે એલોવેરા છે. એલોવેરામાં નકારાત્મક ઉર્જાઓ સામે સુરક્ષાત્મક ગુણ હોવાનું માનવામાં આવે છે.
સ્નેક પ્લાંટ– સ્નેક પ્લાંટમાં હવાને શુદ્ધ કરવાની અને જે ક્ષેત્રમાં આ હોય છે તેના આજુબાજુના ટોક્સિન્સને દૂર કરવાની ભરપુર ક્ષમતા હોય છે. માનવામાં આવે છે કે સાપના છોડ નકારાત્મક ઊર્જાને શોષી શકે છે અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે.