હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો,તો ખાઓ કાળી દ્રાક્ષ, માત્ર એક નહીં પણ અસંખ્ય ફાયદા થશે
સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે.ફળો અને શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફળોની વાત કરીએ તો કાળી દ્રાક્ષ ઘણા લોકોને પસંદ હોય છે. આ પોષક તત્વોનો ભંડાર છે, તેમાં વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી6, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ મળી આવે છે. આ પોષક તત્વો શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તો આવો જાણીએ કાળી દ્રાક્ષ ખાવાથી શું ફાયદા થાય છે.
કાળી દ્રાક્ષ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પોટેશિયમ, સાયટોકેમિકલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આ સિવાય દ્રાક્ષમાં પોલિફીનોલ્સ પણ જોવા મળે છે જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.કાળી દ્રાક્ષનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.નિષ્ણાતોના મતે, કાળી દ્રાક્ષનું નિયમિત સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.
આંખોની રોશની વધારવા માટે પણ કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક સંશોધન મુજબ કાળી દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ નામનું રસાયણ હોય છે જેમાં એન્ટીઓક્સીડેટીવ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આનું સેવન વધતી ઉંમર સાથે થતી મોતિયા જેવી આંખની સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.
કાળી દ્રાક્ષમાં વિટામિન-સી અને ઘણા પોષક તત્વો મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગો અને ઈન્ફેક્શનથી પણ બચી શકાય છે.