1. Home
  2. ગુજરાતી
  3. મોડેલ જેવો લૂક જોઈએ છે તો યુવતીઓ એ પસંદ કરવા જોઈએ આ પ્રકારના કપડા, સ્ટાલિશ લૂક સાથે કૂલ દેખાવાની તક
મોડેલ જેવો લૂક જોઈએ છે તો યુવતીઓ એ પસંદ કરવા જોઈએ આ પ્રકારના કપડા, સ્ટાલિશ લૂક સાથે કૂલ દેખાવાની તક

મોડેલ જેવો લૂક જોઈએ છે તો યુવતીઓ એ પસંદ કરવા જોઈએ આ પ્રકારના કપડા, સ્ટાલિશ લૂક સાથે કૂલ દેખાવાની તક

0
Social Share

યુવતીઓ હંમેશા ફેશનના મામલે સજાગ રહે છે, તેઓ હંમેશા ઈચ્છે કે તે તે સ્ટાઈલિશ અને કૂલ દેખાઈ ,જો કે આ માટે તમારા કપડાની પસંદગી પર આધાર રહે છે,જો તમે સારા કપડા અને સારુ કોમ્બિનેશન પસંદ કરો છો તો તમે આકર્ષક દેખાઈ શકો છો,જીન્સ સાથે ટોપ, સ્કર્ટ સાથે ટોપ, ક્રોપ ટોપ, એન્કલ, સારી બોટમવેર આ દરેક વસ્તુને એક બીજા સાથે જો સારી રીતે મેચ કરવામાં આવે લો મોડેલ લૂક મળી શકે છે.

બ્લેક ટી-શર્ટ સાથે સ્કાય બ્લુ જીન્સ ખૂબ જ સ્ટાઇલિશ લાગે  છે. જો તમારી પાસે પણ આવી ટી-શર્ટ છે, તો તમે પણ હિના ખાનની જેમ તમે પણ તમારા કેઝ્યુઅલ લુકને સ્ટાઇલિશ બનાવી શકો છો. આ સાથે જ પગમાં સફેદ ચંપલ તેને વધુ આકર્ષક બનાવે છે. તમે વાળમાં વાળ હેર  બેન્ડ લગાવીને વધુ સ્ટાલીશ બની શકો છો. આ સિવાય બ્લેક ગોગલ્સ તમારા લૂકમાં ચાર ચાંદ લગાવે છે.

ટ્રેડિશનલ પહેરવાનું મન હોય તો ભરતવાળો શરારા સેટ ટ્રાય કરી શકો છો. આ ડ્રેસ તમને મોર્ડન લુક પણ આપશે અને આ આઉટફિટ ટ્રેન્ડમાં છે. 

આ સાથે જ કેઝ્યુઅલ પોશાકમાં તમે ખૂબ જ આકર્શક દેખાઈ શકો છો, ગ્રે કલરના ક્રોપ ટોપ સાથે  મેચિંગ ટ્રેક પેન્ટ પહેરી શકો છે. જે આરામદાયક હોવા ઉપરાંત, દેખાવ પણ ગ્લેમરસ આપે છે. આ સાથે જ વધુ સ્ટાલીશ દેખાવા તમે સનગ્લાસ અને હેન્ડ બેગ્સ  કેરી કરી શકો છો જે તમારા લૂકને ,સંપૂર્ણ બનાવે છે

સિંપલ ટ્રેડિશનલ લુક મેળવવા માટે તમે લાઈટ કલરનો એમ્બ્રોઈડરી ડ્રેસ કેરી કરી શકો છો. જ્વેલરીમાં તમે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ કેરી કરો. વાળમાં એક લૂઝ બન બનાવી શકો છો. 

કોટનની એમ્રોડરી વાળી વ્હાઈટ કુર્તી કે વનપીસ, જે તમને કેઝ્યૂલ લૂક આપે છે, આની સાથે તમે ઓરનામેન્ટ્સમાં ઓક્સોડાઈઝ કે સિવ્લરના ઘરેણા અપનાવી શકો છો જે તામાર લૂકને ક્લાસિક પણ બનાવે છે,

 આ સાથે જ તમે ડેનિમમાં વ્હાઈટ વનપીસ કેરી કરી શકો છો જે તમને વધુ મોર્ડન લૂક આપશે અને હોટ લૂક આપશે તેના સાથે તમે ઈચ્છો તો ગોગલ્સ કેરી કરી શકો છો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code