- તહેવારોની સિઝનમાં કપડા સાથે આભૂષણોનું રાખો ધ્યાન
- સિલ્વર તથા ઓક્સોડાઈઝના ઘરેણાથી કમે સુંદર લાગી શકો છો
- સાડી સાથે ઝુમખા અને ડ્રેસ સાથે ટોપ્સ કેરી કરી શકો છો
સ્ત્રીઓની સુંદરતા વધારતા આભૂષણોમાં હવે અવનવી ડિઝાઈન અને અવનવી વેરાયટીઓ માર્કેટમાં જોવા મળે છે, જો કે આવનારા તહેવારોમાં મોટા ભાગના લોકો ટ્રેડિશનલ કપડાની પસંદગી કરશે એ વાત તો ચોક્કસો, ભારતીય પરંપરા અનુસાર ડ્રેસ, સાડી કે ગાઉન મોટા ભાગના લોકો દિવાળી જેવા તહેવારોમાં પહેરતા હોય છે , જો તમારે તમારા ડ્રડિશનલ લૂકને વધુ આકર્ષિત અને સુંદર બનાવવો હોઈ તો તે માટે તમારે અમૂક ચોક્કસ પ્રકારના ઘરેણાની પસંદગી કરવી જોઈએ, જેનાથી તમારા કપડાનો ઉઠાવ આવશે અને તમને પણ સુંદર દેખાઈ શકશો.
જાણો કેવા પ્રકારના કપડા સાથે કેવા ઓરનામેન્ટ્સ પહેરવા
જો તમે કોટનના ગાઉન કે પછી કોટના સલવાર સૂટ પહેરવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ઓક્સોડાઈઝના ઘરેણાની પસંદગી કરવી જોઈએ કોટનના કપડા પર ઓક્સોડાઈઝના ઈયરિંગ્સ કે ઝુમખા ખૂબ જ આકર્ષલ લૂક પ્રદાન કરે છે.આ સાથે જ તમે સિલ્વર જ્વેલરિની પસંદગી પણ કરી શકો છો જે કોટનના તમામ પ્રકારના કપડા પર આકર્ષક દેખાવ આપે છે.
જો તમે ગોલ્ડન કલરના કોઈ ડ્રેડિશનલ આઉટફિટ કે સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો આજકાલ માર્કેટમાં ઝુમખા મોટા પ્રમાણમાં જોવા મળે છે,જેમાં ખાસ કરીને ગોલ્ડન કલર ખૂબ પ્રચલીત છે,જેમાં ડાયમંડ પણ હોય છે, આ ઝુમખા સાથે તમારો લૂક વધુ નિખરી ઉઠશે અને તમારો તહેરો પણ સાડીની સાથે ભરાવદાર લાગશે.
જો તને કોટનનું પ્લેન ગાઉન કે પછી સિલ્કનું પ્લેન ગાઉન પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે તમારા ધરેણા પણ કંઈક હટકે સિલેક્ટ કરવા પડશે ,આ માટે તમારે માર્કેટમાં મળતા એન્ટિક ઘરેણાની પસંદગી કરવી જોઈએ, ખાસ કરીને ગળામાં માત્ર એક પેન્ડલ વાળું ચેન અને કાનમાં બાલી અથવા તો નાના નાના ટોપ્સ પહેરવા જોઈએ ,જેનાથી તમારો લૂક સિમ્પલ અને એક્ટ્રેક્વિ બનશે, પ્લેન ગાઉન સાથે એન્ટિક ઓરનામેન્ટ્સ ખૂબ જ સુંદર લૂક પ્રદાન કરે છે.
આ સાથે જ જો તમને ટ્રેડિશનલ કપડા નથી પહેરવા અને તને વેસ્ટર્ન વેરની જ પસંદગી કરી રહ્યા છો તો તેના પર નાની ઝુમખી કે નાના લટકણીયા સુદર દેખાવ આપે છે.
જો તમે ઓપન નેક વાળા કોઈ પણ ગાઉન કે પછી બ્લાઉઝની પસંદગી કરી રહ્યા હોવ તો તમારે આ માટે મોતીના ભરાવદાર નેકલેસની પસંદગી કરવી જોઈએ, જેનાથી તમારું ઓપન નેક ઢંકાઈ જાય છે અને તમને સુંદર લૂક પણ મળી જાય છે, જે કલરના ક્લોથ કેરી કરો છો તેમાં કોન્ટ્રાસમાં તમે મોતીનો રંગ પસંદ કરી શકો છો.
આ સાથે જ હેવી વર્ક વાળી સાડી પહેરાવાનું જો વિચારી રહ્યા છો તો તમારે ગળામાં ફિટ નેક્લેસ સહીત એક લોંગ નેકસેલ અથવા તો મંગલસુત્ર કેરી કરવું જોઈએ જેનાથી તમને સંપૂર્ણ ટ્રેડિશનલ લૂક મળશે આ સાથે જ તમારી હેવી સાડીને સુંદર અને આકર્ષક ઘરેણા મળશે, જેમાં તમે શાનદાર દેખાઈ શકો છો.
આ રીતે આવનારા તહેવારોમાં તમે તમારા કપડા પ્રમાણે અલગ અલગ પ્રકારની જ્વેલરી પસંદ કરીને આકર્ષક દેખાઈ શકો છો આ સાથે જ આજકાલ મેચિંગનો ડ્રેન્ડ જોવા મળતો નથી હવે તો કોન્ટ્રાસમાં ઓરનામેન્ટ્સ પણ લોકો પહેરતા થયા છે, સિલ્વર પર ગોલ્ડન અને ગોલ્ડન પર સિલ્વર પણ સારો દેખાવ આપે છે, આ રીતે તમારી ફેશન સેન્સથી તમારા તહેવારોને સજાવો.