Site icon Revoi.in

વજન ઓછુ કરવું છે તો પીવો કાકડીનું પાણી, જાણો તેને બનાવવાની રીત

Social Share

વજન ઓછુ કરવા માટે લોકો અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. અનેક કારણોસર કેટલાક લોકોનું વજન ઓછું થતુ નથી. હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે કાકડીનું પાણી પીવાથી પણ વજન ઉતરી શકે છે અને તે અનેક રીતે શરીર માટે ફાયદાકારક પણ છે. તંદુરસ્ત આહાર અને થોડી કસરત વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વજન ઘટાડવા માટેના આહારમાં, ફળો, શાકભાજી અને તંદુરસ્ત પીણાંનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે વજન ઘટાડવા મદદરૂપ આપે છે.

જો વાત કરીએ કાકડીનું પાણી બનાવવાની તો તેને પહેલા કાકડીને પાણીથી ધોઈ લો. તેની છાલ કાઢીને તેના પાતળા ટુકડા કરી લો. આ સ્લાઇસેસને બરણી અથવા પાણીની કાચની બોટલમાં મૂકો. કાકડીના પાણીમાં કેટલાક લીંબુના ટુકડા પણ ઉમેરી શકાય છે. લીંબુ અને કાકડીનું પાણી રેફ્રિજરેટરમાં રાતોરાત મેરીનેટ થવા દો. તેને સર્વિંગ ગ્લાસમાં રેડો અને કાકડીનું પાણી પીવા માટે તૈયાર છે.

કાકડી વિટામિન સી અને કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, જસત, ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમારા વજન ઘટાડવાના આહારમાં કાકડીનો સમાવેશ તમારી પાચન તંત્રને મજબૂત બનાવી શકે છે. તેના સેવનથી કબજિયાત જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે. તેમાં દ્રાવ્ય ફાઇબર વધારે હોય છે જે તેને સ્વસ્થ બનાવે છે.