Site icon Revoi.in

વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી

Social Share

જે લોકોનું વજન વધારે હોય છે તે લોકો અલગ અલગ રસ્તા શોધતા હોય છે કે જેથી તેમનું વજન ઝડપથી ઘટવા લાગે. વજન ઘટાડવા માટે નાળિયેર પાણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. નારિયેળ પાણી પોષક તત્વોનો પણ ખજાનો છે. આજે તમને વજન ઘટાડવા માટે નાળિયેર પાણીને આહારમાં કેવી રીતે શામિલ કરવાથી ફાયદો થાય તે જણાવીએ.

નાળિયેર પાણીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સાથે જ તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. નાળિયેર પાણી હાઇડ્રેશનનું સંતુલન જાળવી રાખે છે. નાળિયેર પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.

નાળિયેર પાણી એક પ્રાકૃતિક મૂત્રવર્ધક છે. જે શરીરમાં એકત્ર થયેલા વિશાક્ત પદાર્થો અને વધારાના તરલ પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તે શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે અને કેલેરી પણ ઝડપથી બાળે છે.

નાળિયેર પાણીમાં કેલેરી ઓછી હોય છે અને પોષક તત્વો ભરપૂર હોય છે. તેથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે નાળિયેર પાણી બેસ્ટ છે. નાળિયેર પાણીમાં કુદરતી મીઠાશ હોય છે તે વજન વધાર્યા વિના શરીરને એનર્જી આપે છે

નાળિયેર પાણીમાં એવા એન્જાઈમ હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને ચયાપચયમાં પણ મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ સ્નાયૂના કાર્યને નિયમિત કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

નાળિયેર પાણીને કેવી રીતે ડાયટમાં કરવું સામેલ

સવારનું ડિટોક્સ ડ્રિંક: દિવસની શરુઆત એક ગ્લાસ નાળિયેર પાણીથી કરવી જોઈએ. તેના ડિટોક્સ ગુણનો લાભ મેળવવા માટે તેમાં લીંબુનો રસ અને ફુદીનાના પાન ઉમેરી શકાય છે. તેનાથી શરીર હાઈડ્રેટ થાય છે અને પેટ ભરેલું રહે છે.

એક્સરસાઈઝ પછી: વર્કઆઉટ કર્યા પછી નાળિયેર પાણી પીવું સૌથી બેસ્ટ વિકલ્પ છે. તેના પ્રાકૃતિક ઈલેક્ટ્રોલાઈટ્સ કસરત દરમિયાન લાગેલા થાકને દુર કરવામાં મદદ કરે છે.

નાળિયેર પાણીના પોપ્સિકલ્સ: નાળિયેર પાણીના પોપ્સિકલ્સ બનાવીને પણ દિવસ દરમિયાન લઈ શકાય છે. તેના માટે નાળિયેર પાણીમાં કીવી, કે અન્ય બૈરી જેવા ફળના ટુકડા મિક્સ કરી ફ્રીઝરમાં જમાવી દેવા.

સાંજે નાળિયેર પાણી: પોષકતત્વોથી ભરપુર નાળિયેર પાણીને સાંજના સમયે કેળા, જાંબુ, જેવા ફળ સાથે પણ લઈ શકાય છે.