Site icon Revoi.in

કેનેડામાં ઓમિક્રોનના સબ વેરિએન્ટનો ફેલાયો ભય –  51 કેસ સામે આવ્યા

Social Share

 

દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર ફેલાયો હતો ત્યારે હવે  કોરોનાનું નવું વેરિઅન્ટ  કેટલાક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે કેનેડામાં પણ તેનો ભય જોવા મળ્યો હતો ,કેનેડિયન સ્થાનિક મીડિયાએ વિતેલા દિવસને  બુધવારે અહેવાલ આપ્યો છે કિપોર્ટમાં જણાવ્યું હતું કે ઓમિક્રોનના સબવેરિયન્ટ Ba.2 ના 51 નવા કેસ અહીં મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનમાં ત્રણ સબક્લોન BA 1, BA.2 અને BA.3 છે. BA.1 અને BA.3 ના સ્પાઇક પ્રોટીનમાં કાઢી નાખવામાં આવ્યું છે, જો કે BA.2 માં આવું નથી. ઓમિક્રોનનું આ પ્રકાર મૂળ કોરોના ચેપ કરતાં વધુ ઝડપથી ફેલાય છે અને તેમાં કોઈ ચોક્કસ લક્ષણો નથી, તેથી તેને શોધવું ખૂબ મુશ્કેલ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ સબવેરિયન્ટ અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી આવ્યો છે. BA.2 એ ઓમિક્રોનનું ખૂબ જ ઝડપથી ફેલાતું ઉપવંશ છે. બુધવાર સુધીમાં, 40 દેશોમાં BA.2 મળી આવ્યો છે. તે નવેમ્બરમાં પ્રથમ વખત પૃષ્ટિ કરવામાં આવી હતી.

કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડાએ આપેલી માહિતી પ્રમાણે વૈજ્ઞાનિકો BA.2 સબવેરિયન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છે. વધુમાં કેનેડિયન સરકાર કોરોનાના નવા પ્રકારોના ફેલાવાને ઘટાડવા માટે રસીકરણ, જાહેર આરોગ્ય અને વ્યક્તિગત પગલાં પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.