બાળકોનું જે વર્તન હોય છે તે પોતાનું હોતું નથી પરંતુ બાળકોનું વર્તન તે માતા પિતાની કેળવણી દર્શાવે છે. જ્યારે બાળક બધાની વચ્ચે સારુ વર્તન કરે ત્યારે લોકો બાળકના માતાપિતાને તેનો શ્રેય આપે છે પરંતુ જ્યારે ખોટુ વર્તન કરે છે ત્યારે પણ શ્રેય માતા પિતાને જ આપે છે. આવા સમયમાં દરેક માતાપિતાએ સમજવું જોઈએ કે બાળકોને બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઈએ.
સૌથી પહેલા તો બાળકોને વડીલોનો આદર કરતા શીખવો. ભલે તે તેના માટે થોડું મુશ્કેલ હોય, પરંતુ તે શીખવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને શીખવવું પડશે કે તેણે તેના વડીલોનું સન્માન કરવું જોઈએ. કેટલીકવાર બાળકો અજાણતા જ બીજાના માનને ઠેસ પહોંચાડે છે, જે તમારા માટે તમારુ નાક કાપવાનું કારણ બની શકે છે.
બાળકો વસ્તુઓને જોઈને અને સમજીને ખૂબ જ ઝડપથી શીખે છે. એટલા માટે તમે તેની સામે જે વર્તન અપનાવો છો, તે જ વર્તન તે બીજાની સામે અપનાવે છે. તમારે તમારામાં સીધો બદલાવ લાવવો પડશે. જો તમને વાત વાત પર ચીસો પાડવાની કે ગુસ્સે થવાની આદત હોય તો બાળક પર પણ તેની ખરાબ અસર પડે છે. જો તે તમને બીજા સારુ વર્તન કરતા જોશે તો તે પણ સારુ વર્તન કરતા શીખશે.
બાળકોને શીખવો કે જ્યારે કોઈ વ્યક્તિને તમે મળો ત્યારે કઈ રીતે અભિવાદન કરવું. હેલો, નમસ્કાર, શુભ સવાર અને વડીલોને પગે લાગવુ વગેરે. તેના કારણે લોકો વચ્ચે તેની ઓળખ સારા અને સંસ્કારી બાળક તરીકે થશે.