Site icon Revoi.in

ઉતરાયણના તહેવારને ખાસ બનાવવા માંગો છો તો આ રીતે કરો ઉજવણી

Social Share

ઉતરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.ત્યારે આ પર્વને બસ ગણતરીના દિવસો બાકી છે.આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે.અને ઘરમાં આ દિવસે ઊંધિયું બનાવવામાં આવે છે. જો તમે આ અવસરને ખાસ બનાવવા માંગતા હોવ તો આ રહી કેટલીક ટિપ્સ. મે પણ તેમને અનુસરીને ઉતરાયણના તહેવારને મજાની બનાવી શકો છો.

ઉતરાયણના દિવસે દાન અને સ્નાનનું ખૂબ જ મહત્વ છે.આ અવસર પર, તમે ગંગા સ્નાન માટે હરિદ્વાર અને પ્રયાગરાજ જેવા સ્થળોએ જઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

મકરસંક્રાંતિના અવસર પર તમે પતંગ ઉડાવી શકો છો. તમે ઘરે પણ પતંગ બનાવી શકો છો. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને તમે પતંગ બનાવી શકો છો. તમે બાળકો સાથે ટેરેસ પર પતંગ ઉડાવવાની મજા માણી શકો છો, બાળકો પણ આ પ્રવૃત્તિનો ખૂબ આનંદ માણશે.

આ દિવસે તમે તમારા પરિવાર સાથે અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમની મુલાકાત પણ લઈ શકો છો. અહીં દાન કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. તમે તમારા બાળકોના હાથમાં સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ દાન કરી શકો છો.

ઉતરાયણ પર કેટલીક વાનગીઓ ખાસ તૈયાર કરવામાં આવે છે.જેમાં ગોળ ચુરમા, ખીચડી અને તલ વગેરેનો સમાવેશ થાય છે.આ તમામ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.