- વેડિંગ સિઝનમાં સ્ટાઈલીશ દેખાવા મેકઅપનું ખાસ ધ્યાન રાખો
- કપડા અને ઓરનામેન્ટસનું સિલેક્શન તમારો લૂક બનાવે છે શાનદાર
હાલ વેડિંગ સિઝન ચાલી રહી છે,દરેક યુવતીઓ અને મહિલાઓ ઈચ્છે છે કે તે સુંદર અને આકર્ષક દેખાઈ જો કે આ માટે તમારે સૌ પ્રથમ કપડાની પસંદગી પર ધ્યાન આપવુંપડે છે,ત્યાર બાદ તમારો મેકઅપ અને તમે કેરી કરેલા ઓરનામેન્ટ જો આ ખાસ ત્રણ બાબતો પર તમે ફોકસ કરશો તો તમારું લૂક શાનદાર બનશે .
1 તમારા કપડા-
લગ્ન પ્રંગમાં કપડાનું ખાસ મહત્વ હોય છે, પ્રસંગને અનુરુપ કપડાની પસંદગી કરો, જેમકે હલ્દી હોય ત્યારે થોડા હળવા કપડા પહેરો, અને લગ્નના દિવસે થોડા હેવી કપડાની પસંદગી કરો
આ સાથે જ જો તમે ચણીયા ચોળીન પહેરી રહ્યા છો તો તેને આકર્ષક બનાવવા તમે બેકલેસ ચોલી પસંદ કરી શકો છો, પરંતુ હા આ બેકલેસ ચોલી તમને આરામદાયક હોવી જોઈએ
જો તમે લગ્નના દિવસ સિવાય ચોલી પહેરો છો તોવજનમાં લાઈટ ચોળીની પસંદગી કરવી જોઈએ
સાડી પણ તમે કેરી કરી શકો છો, સાડી પહેરતા વખતે પીનઅપ કરવાનું રાખો
2 તમારો મેકઅપ
લગ્ન સિઝનમાં મેકઅપ પર ખાસ ધ્યાન રાખવું જરુરી છે, મેકઅપ ખાસ કરીને તમારા કપડાને શૂટેબલ ગહોવો જોઈએ, બો ભપકાદાર મેકઅપ તમારો લૂક બગાડી શકે છે
જો તમે ટોલી કે સાડી પહેરી રહ્યા હોવ તો લાઈટ મેકઅપ કરવાનું રાખો, અને જો તમે વેસ્ટર્ન ગાઉનનો લૂક પસંદ કર્યો છે તો તમે ડાર્ક મેકઅપ કરી શકો છો, મેકઅપ લાઈટ કે ડાર્ક હોય તે મહત્વનું નખથી પરંચુ તે તમારા હાથ-પગની સ્કિન સાથે શૂટ થાય તે ખાસ મગત્વની બાબત છે.
આ સાથે જ આઈલાઈનર લગાવી હોય તો વારંવાર આંખોને હાથથી અડકશો નહી ,નહીતો આંખો કાળી થઈ શકે છે.
મસ્કરા પણ વોટર પ્રૂફ કરવી અને જો લેન્સ પહેરવાના શોખીન છો તો તેને ટાળો, લેન્સથી આંખો ખરાબ થાય છે.
3 તમારી હેર સ્ટાઈલ
બને ત્યા સુધી તમને જો બધા વાળ ઉપર કરીને હેરસ્ટાઈલ વાળવાનું પસંદ હોય તો તેવી જ હેરસ્ટાઈલ કરવી, જેનાથી પરસેવો અને ગરમી નહી થાય અને સરળતા લગ્ન એન્જોય કરી શકો
પરંતુ આજકાલ કર્લી હેર અને ખુલ્લા હેર રાખવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે આવી સ્થિતિમાં તમે આવી હેરસ્ટાઈ બનાવી શકો પરંતુ વાળને બરાબર પીનએપ કરવાનું ક્યારેય ભૂલવું નહી
જો તમારે હેર ખુલ્લા રાખવા હોય તો પણ ઘણું સારું છે જો કે વાંવાર હેર ચહેરા પર આવવાથી રમવામાં નડે છે જેથી વાળની આગળની બે સેરને તમે પીનઅપ કરીલો તો વધુ અનુકુળ રહેશે
4 તમારા ઓરનામેન્ટ્સ-
લગ્નના કપડા પ્રમાણે તમારા ઓરનામેન્ટ્સની પસંદગી કરો
ટસાડી અને ચોલીમાં તમે હેવી નેકલેસ પહેરી શકો છો પરંતુ ગાઉનમાં તમારે લાઈટ વેઈટ નેકલેસ અને ડાયમંડની એક સેરના નેકલેસની પસંદગી કરવી જોઈએ જેનાથઈ તમારો લૂક ખીલી ઉઠશે
સાડી અને ચોલી સાથે તમે લોંગ નેકસેલ પહેરો છો તો તેને કપડા સાથે પીનઅપ કરીલો જેથી તમને કમ્ફ્રટેબલ રહે
જો તમે માંગ ટિકો લગાવો છો તો તેને દોરા વજે તમારી હેરસ્ટાઈલમાં બરાબર બાઁધી લેજો આ સાથે જ બ્લેક પીન વડે તેને દુપટ્ટા સાથે માથા પર સેટ કરીલો