- જૂદા જૂદા ફળોના ફેસપેક ઘરેજ બનાવો
- ઘરમાં રહેલી વસ્તુઓથી જ ચહેરાને ચમકાવો
સામાન્ય રીતે ઉનાળાની ગરમીના કારણે ચહેરો જાણે ફીકો પડી જાય છે, તો બીજી તરફ સ્કિન તદ્દન ચીકણી થઈ જતી હોય છે જેના કારણે ડસ્ટ સરળતાથી ચહેરા પર ચોંટી જાય છે, આ સાથે જ બહાર આવતા જતા લોકોના ચહેરા પર બરાહના વાતાવરણના પ્રદુષણની પણ માઠી અસર થાય છે, ત્યારે આવા સમયે ચહેરાની કાળજી આપણે પોતે જ લેવાની હોય છે, ત્યારે આજે આપણે ચહેરા માટે ઘરે ફેસપેક કઈ રીતે બવાવી શકાય તેની વાત કરીશું.
આ તમામ ફેસપેક કૂદરતી વસ્તુઓ અને ફળોમાંથી બનાવીશું જે ચહેરા પર જરાપણ નુકશાન નહી કરે અને તમારી ત્વચા પર નિખાર લાવશે,આ તમામ ફેસપેક ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનાવીશું જે ખર્ચાળ પણ નહી હોય અને હજારો રુપિયા પાર્લરમાં ખર્ચતા બચશે.
દહીં અને હળદર ફેસપેકઃ દહી અને હરદળ મિક્સ કરીને તમારા ચહેરા પર અપ્લાય કરી 10 થી 15 મિનિટ રહેવા દો ત્યાર બાદ ઠંડા પાણી વડે મો ઘોઈ લો, આ ફેસપેકથી કુદરતી ગ્લો ચહેરા પર જોવા મળશે.
મલાઈ-હરદળ ફેશપેકઃ 2 ચમચી ઘરની મલાઈમાં 1 ચમચી હરદળ નાખીને પેસ્ટ બનાવો, ત્યાર બાદ ચહેરા પર તેને લગાવીને 20 મિનિટ રહેવાદો, ત્યાર પછી તેને ઠંડા પાણી વડે ધોઈલો, આમ કરવાથી ચહેરા પરનો ડસ્ટ દૂર થશે અને નિખાર આવશે
બેસન-લીબું-મલાઈઃ 2 ચમચી બેસનની અંદર એક ચમચી લીબુંનો રસ અને 1 ચમચી મલાી એડ કરીને ફેશપેક તૈયાર કરો, આ ફેશપેક ચહેરા પર લગાવી રહેવાદો. જ્યારે સુકાઈ જાય ત્યારે હાથ વડે તેને મસાજ કરો 4 થૂ 5 મિનિટ બરાબર ઘસીને મસાજ કરવો ત્યાર બાદ ઠંડા પાણીથી ઘોઈલો, આમ કરવાથી ચહેરાની રુવાટીંઓ પર દૂર થશે,
પૈપયાનું ફેશપેકઃ પપૈયાના બીયા કાઢીને તેનો ક્રશ કરીલો આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો, ત્યાર બાદ 15 મિનિટ બાદ ચહેરો ધઓી લો આ કુદરતી ફેશપેક તમારી ત્વચાને રક્ષણ પુરુ પાડે છે તે સાથે જ પોષણ મળ રહેશે.
તબૂચનો પલ્પ – તરબુંચના પલ્પને ચેપરા પર હાથ વડે 10 થી 15 મિનિટ સુધી માલીશ કરતા રહો ,જેનાથી ત્વચામાં નિખાર આવશે આ સાથે જ ત્વચા પર ડસ્ટ દૂર થશે.