Site icon Revoi.in

બ્રાઈડલ કે સાઈડરને પોસાઈ તેવા સરારા, લહેંગા કે ચોલીની શોપિગં કરવી હોય તો દિલ્હીના આ માર્કેટ બેસ્ટ ઓપ્શન

Social Share

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે.આજકાલ ફેશનની દુનિયામાં બ્રાઈડલ વેર માટે લાખો રુુપિયા ખર્ચીને ચોલી, સરારા કે લહેંગા બનાવવામાં આવે છો,જો તમે પણ લગ્ન કરી રહ્યા છો અને શોપિંગ કરવી છે તો એક વખત દિલ્હીની મુલાકાત લેવી જોઈએ કારણ કે અહી બ્રાઈડલથી લઈને સાઈડરના વેડિંગ ડ્રેસ ખૂબ જ ઓછી કિંમતોમાં મળી જાય છે જે તમારા બજેટમાં પરવળે તેવા હોય છે

ચાંદની ચોકઃ દિલ્હીનું ચાંદની ચોક બજાર લગ્નની ખરીદી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં તમને ઘણી દુકાનો મળશે જ્યાંથી તમે બ્રાઈડલ લહેંગા ખરીદી શકો છો. તમે અહીં ઓનલાઈન જોયેલી લહેંગાની ડિઝાઇન સરળતાથી મળી જશે. અહીં તમને દરેક બજેટમાં લહેંગા મળશે. આ સાથે જ અહીંની માર્કેટમાં લહેંગાનું મેચિંગ કટલેરી પણ ખૂબ સારસ મળી રહે છે અને બજેટમાં પમ હોય છે.

ચાવરી બજાર લગ્નનું કાર્ડ ખરીદવા માટેનું બેસ્નટ સ્થળ છે. તમને લગ્નના વિવિધ કાર્ડ્સ મળશે જે રૂ. 10 થી શરૂ થાય છે અને લાખો સુધી જાય છે. તમારી પસંદગી, કદ અને આકાર પ્રમાણે કાર્ડને કસ્ટમાઇઝ કરો. જે તમનારા બજેટની અંદર મળી જશે.

ચોર બજાર-ચાંદની ચોક દિલ્હીની મુલાકાત લેતા હોવ તો તે મુલાકાત લેવા માટે એક આકર્ષક સ્થળ છે. તમને કેમેરા, ફોન, શૂઝ, જિમના સાધનો અને બ્રાન્ડેડ કપડાં જેવા સેકન્ડ હેન્ડ ઉત્પાદનો માટે ખૂબ જ ઓછી કિંમતો મળશે. જો તમને વધુ સોદાબાજી માટે અવકાશ મળે, તો તમે આગળ વધી શકો છો કારણ કે ત્યાં કોઈ સીમાઓ નથી! સવારે 6 વાગ્યાની જેમ વહેલી સવારે બજારની મુલાકાત લેવાનું યાદ રાખો.

કરોલ બાગઃ-કરોલ બાગ દુલ્હનની ખરીદી માટે સારો વિકલ્પ છે. અહીં તમને કન્યા માટે લહેંગા, સૂટ અને સાડી સહિત દુલ્હનના વેડિંગ ડ્રેસ પણ પોસાય તેવા ભાવે મળશે.

લાજપત નગરઃ- લાજપત નગરથી ખરીદી કરવા જઈ રહ્યા છો, તો તમને અહીં ઘણા બધા શોરૂમ જોવા મળશે. જ્યાં તમે ડિઝાઇનર લહેંગા ખરીદી શકો છો. અહીં તમને કેટલાક મોંઘા લહેંગા મળશે. જો કે તેઓ એટલા મોંઘા નથી કે તમે તેમને ખરીદી શકતા નથી. અહી તમને ચૂંડલાથી લઈને નેકલેસ જેવી વસ્તુઓ પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ જાય છે.