Site icon Revoi.in

સમગ્ર જીવન દરમિયાન બીમારીથી દૂર રહેવું હોય તો આજથી જ આ ટેવ પાડીદો, હેલ્થ રહેસે સારી

Social Share

આપણે આપણા શરીરને તંદપરસ્ત રાખવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ ,જો કે આ મહેનત સાચી દિશામાં થાય તો જ આરોગ્યને ફાયદો કરે છે,  આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે પોતાના શરીર પર ધ્યાન આપવાનો સમય નથી. ધીમે-ધીમે ખરાબ જીવનશૈલીની આદતો અપનાવવાને કારણે એક એવો સમય આવે છે જ્યારે તમે જીવનશૈલીના અનેક રોગોથી  પીડિત થાવો છો જો લાંબા સમય માટે તમારે તંદુરસ્ત રહેવું હોય તો કેટલીક આદતો જીવનમાં પાડી દેવી જોઈએ જે લાંબા ગાળે પણ તમને ફિટ રાખશે, અને ઉમંર સંબંઘિત દરેક સમસ્યામાંથી પણ રાહત આપશે,

તંદુરસ્ત રહેવા આટલી આદતોની ટેવ પાડીદો

દરરોજ સવારે અને રાત્રે જમ્યા બાદ ચાલવાની પાડો ટેવ – રોજ સવારે તમારે ઓછામાં ઓછુ 30 મિનિટ ચાલવાની આદત પાડી દેવી જોઈએ જેથી શરીર તંદુરસ્ત બને અને હાથ-પગ સતત કામ કરતા રહે દુખાવામાં રાહત મળે આજ રીતે રાચતે જમ્યા બાદ ક્યારેય સુી જવું નહી જમીને 1 કલાક બાદ ચાલવાની આદત રાખો ઓછામાં ઓછુ 30 મિનિટ ચાલીને સુવાનું રાખો,જેનાથી તમારો ખોરાક પચી જશે, અને પેટ સંબંધિત સમસ્યા થશે નહીપ

પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો – આપણા શરીરના તમામ કોષો, પેશીઓ અને અવયવોને પાણીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. દરરોજ 8 ગ્લાસ પાણી પીવો. જો કે, તમારે પૂરતું પાણી પીવું જોઈએ શરીરમાં ક્યારેય પાણીની ઉણપ ન થવી જોઈએ નહી તો શરીર અનેક બીમારીનું ઘર બને છે.

કસરત કરવાની ટેવ પાડો –દરેક વ્યક્તિએ પોતાને ફિટ રાખવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ.જે અનેક  બીમારીઓથી દૂર રાખે છે અને  સક્રિય  રહેવામાં થાક લાગતો નથી. સ્નાયુઓ, હાડકાં, હૃદય વગેરેને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે..

દરરોજ સવારે હેલ્ધી  નાસ્તો કરવાની આદત રાખો – સામાન્ય રીતે ફઆસ્ટ લાઈફમાં આપણે સવારે નાસ્તાને અવોઈડ કરીએ છે અથવા તો ઉતાવળમાં જે તે ખઆઈ લેતા હોઈએ છીએ, જો કે સવારનો નાસ્તો રાજાશાહી તરીકે કરવો જોઈએ જે દિવસ દરમિયાન આપણાને વ્યસ્ત રહેવાની તાકાત પ્રદાન કરે છે,આ સાથએ જ જો  નાસ્તામાં ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એનર્જીથી ભરપૂર રહે છે. તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો તમને દિવસભર ફિટ અને સક્રિય રાખશે.તમે સવારના નાસ્તામાં આખા અનાજ, બ્રેડ, ઓછી ચરબીયુક્ત દૂધ, ફળો, દહીં વગેરે ખાવા જોઈએ.