Site icon Revoi.in

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

Social Share

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ માટે જરૂરી છે. તે રોજિંદા જીવનમાં પૂરતા પ્રમાણમાં આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરે.

આ ઉંમરમાં મહિલાઓને મેનોપોઝ સહિત અનેક શારિરીક ફેરફારનો સામનો કરવો પડે છે. સાથે જ, 50ના ઉંમર આવતા આવતા મહિલાઓના શરીરની ચરબી વધી જાય છે. આ દરમિયાન મહિલાઓની ત્વચા ઈલાસ્ટિસિટી ઓછી થવા લાગે છે અને તેમની કરચલીઓ, વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં મહિલાઓએ પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેમાંથી એક દળિયા છે.

વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
50ની ઉંમરમાં મહિલાઓ તેમના શરીરમાં મહત્વપૂર્ણ બદલાવો અનુભવ કરે છે. જેમાં વજન વધી જવું પણ સામેલ છે. એવામાં આવી ખોરાક ઉમેરવો જોઈએ જે તંદુરસ્ત હોય અને બિનજરૂરી વજન વધારવામાં ફાળો ન આપે.

કબજિયાત દૂર કરે છે.
મેનોપોઝ પછી મહિલાઓને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર ઘટાડવાના કારણે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે મહિલાઓના પેલ્વિક ફ્લોર મસલ્સ પણ ખૂબ નબળા પડી જાય છે. ફાઈબરમાં સમૃદ્ધ હોવાં ઉપરાંત, ઓટમીલ આંતરડા અને પાચન તંત્રમાંથી ઝેર અને કચરો બહાર કાઢવાનું કામ કરે છે.

બળતરા વિરોધી ગુણધર્મો
દળિયામાં બીટેઈન નામનું મેટાબોલિક સંયોજન જોવા મળે છે. જે શરારમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

સ્તન કેંસરથી બચાવ
દળિયામાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી તેને ખાવાથી સ્તન કેંસરનું જોખમ ઘટાડી શકાય છે. ઘણા સંશેધનો અનુસાર દળિયા ખાવાથી કોલોન અને સ્તન કેંસરનું જોખમ ઓછું થાય છે.