જો ગરમીમાં પણ તંદુરસ્ત રહેવું છે, તો ખાણીપીણીમાં આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન
- ગરમીમાં તીખો તળેલો ખોરાક અવોઈડ કરો
- રસદાર ફળોનું સેવન કરો
- રાત્રીના સમયે ખીચડી કે દૂધ જેવો હળવો ખોરાકલો
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આપણે ખોરકની બાબતે ખાસ ધ્યાન આપવાની જરુર છે.જેથી બીમાર પમ ન પડી શકાય અને ભરપુર ગરમીમાં પણ શરીરને તંદુરસ્ત રાખી શકીએ,ગરમીમાં ખાસ પીણા,ફળો અને શાકભાજીને મહત્વ આપવું જોઈએ, નોનવેજ કે ઈંડા જેવી વસ્તુંઓ ટાળવી જોઈએ
ગરમીમાં બને ત્યા સુધી હલો ખોરાક લેવાનું જ પસંદ કરો, એમા પણ જો ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે હળવો ખોરાક લો, બને ત્યા સુધી રસદાર ફળોનું સેવન કરો જે તમને લોંગ ટાઈમ એનર્જીથી ભરપુર રાખશે.
આ ગરમ સિઝનમાં મેટાબોલિક પ્રક્રિયાઓ ધીમું થાય છે, તેથી શરીરને થાક લાગે છે, અને જો કોઈ વ્યક્તિ વધુ તડકામાંરહે તો તેને ચક્કર ાવવા જેવી સમસ્યાઓ સર્જાય શકે છે જેથી લીબું શરબત પીવાનું રાખો, ઘરની બહાર નીકળતા પહેલસા એક ગ્લાસ લીબંુ શરબતનું સેવન કરીલો
જ્યારે તડકામાંથી ઘરમાં આવો છો ત્યારે પહેલા ઠંડા પાણીએ સ્નાસ કરી લેવું જોઈએ ત્યાર બાદ ભોજન લેવાનું હોય તો તરબૂચ, મોસંબી,પાઈનેપલ જેવા ફળો લઈ શકો છો.
જો ભૂખ લાગી હોય તો પણ ભૂખ કરતા ઓછું ખાશો તો પેટમાં અક્રમાણ નહી થાય ્ને બને ત્યા સુધી પાણી પણ માપમાં પીવો,ઘણી વખત તરસના કારણે અતિષય પાણી પી લેતા હોયએ છીએ અને પછી પેટ ડબ થવાની ફરીયાદ રહે છે
આ સાથે જ ખોરાકમાં ગ્રીન ટી, ખનિજ જળ અને આથો દૂધ અને કાચી શાકભાજી અને ફળો ખાવાની આદત પાડીદો, જો બો ભૂખ ન હોય તો તમે કાકડી,બીટ કે ટામેટા જેવો સલાડ લઈ શકો છો જે તમારી હેલ્થને સારી રાખે છે.
આ સાથે જ આલ્કોહોલિક પીણાં ખાસ કરીને ગરમીમાં માનવ શરીર પર હાનિકારક અસર કરે છે. આલ્કોહોલ પેશીઓમાં પાણી જાળવી રાખે છે, આ સ્ટ્રોક અને ચેતનાના નુકસાનનું કારણ બની શકે છે. જેથી આવી વસ્તુઓથી દૂર રહો.