ઉનાળામાં તંદુરસ્ત રહેવું છે તો જરૂર પીવો વિટામિનથી ભરપુર આ ટેસ્ટી અને હેલ્દી સ્મૂધી
ફળ સેહત માટે ફાયદાકારક હોય છે છે અને બધા ફળોના અલગ-અલગ ફાયદા હોય છે. તેમાથી એક બેરી છે, જે પ્રકારના હોય છે, બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી વગેરે. ઉનાળામાં બેરીથી બનેલ સ્મૂધી વધારે પસંદ કરવામાં આવે છે, પણ જ્યારે લો ફેટ મિલ્ક અને ખાંડ કે બ્રાઉન સુગર ઉમેરવામાં ન આવે ત્યારે જ હેલ્ધી રીતે બનાવવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ગુણ હોય છે જે બ્રેન હેલ્થ માટે સારા હોય છે.
• હાઈ એન્ટી-ઓક્સીડેન્ટનો સોર્સ
બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી જેવા બેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદરૂપ થાય છે. એન્ટીઑકિસડન્ટ ન માત્ર શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.
• પાચનતંત્ર માટે ફાયદાકારક
બેરીમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે.
• હ્રદયના સ્વાસ્થ્ય માટે સારુ
બેરીમાં ફાઈબર, વિટામિન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય માટે ફાયદાકારક હોય છે. આ પોષક તત્ત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને રક્ત પ્રવાહને સુધારવામાં મદદરૂપ છે.
• વેટ લોસમાં મદદગાર
બેરી અને ઓટ મિલ્કમાંથી બનલ સ્મૂધીમાં કેલરી ઓછી હોય છે, ફાઇબર વધુ હોય છે અને પોષણની માત્રા વધારે હોય છે, જે શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા સાથે ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
બેરીમાં રહેલા વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તે ત્વચામાં બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ છે.