- કમલમને ખાવાથી શરીર રહે છે ફીટ
- સ્વાસ્થ્ય રહે છે તંદુરસ્ત
- ન ખાતા હોય તો અત્યારે જ ખાવાનું શરૂ કરી દો
કમલમ નામનું ફળ જેને ડ્રેગન ફ્રૂટ પણ કહેવામાં આવે છે – તેનું સાયન્ટિફિક નામ હિલોસેરસ અંડસ છે તેને ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને શરીરને અનેક રીતે ફાયદાકારક પણ છે. જાણકારોના કહેવા પ્રમાણે આ ફળનું વાવેતર મુખ્યરીતે લેટિન અમેરિકાના દેશોમાં થાય છે અને ત્યાંથી ભારતમાં પણ ડ્રેગન ફ્રૂટની નિકાસ કરવામાં આવે છે.
ડ્રેગન ફ્રૂટ બે પ્રકારના હોય છે, એક સફેદ ગૂદેવાલા અને બીજુ લાલ ગૂદેવાલા. જેમાં ફેનોલિક એસિડ, એન્ટીઑક્સિડેન્ટ, ફ્લેવોનોઇડ, એસ્કૉર્બિક એસિડ અને ફાઈબર જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે.
કોરોનાના આ સમયગાળામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે હંમેશા ભાર આપવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જેનાથી સંક્રમણનુ જોખમ પણ ઘટી જાય છે.
જો કોઈ વ્યક્તિને દાંતમાં દુ:ખાવો રહે છે અથવા આ નબળી પડી ગયા છે તો ડ્રેગન ફ્રૂટનુ સેવન અવશ્ય કરો. જેમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા મહત્વના ન્યુટ્રીએન્ટસ હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે.