જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કેટલીક બે વસ્તુઓને સાથે ખાવાથી રહેવું જોઈએ દૂર, જાણો કઈ વસ્તુ સાથે શું ન ખાવું
સામાન્ય રીતે આપણે આડેઘડ ખાવાનું ખાઈ લેતા હોઈએ છીએ ક્યારેક ડિનર કે લંચની સાથે સાથે ફળો ખાતા હોયઈ છે તો ક્યારેક ખોરાકની સાથએ જ દૂધ પણ પી લેતા હોઈએ છીએ એટલું જ નહી ક્યારેક આપણે મીઠા ફળો સાથે ખાટ્ટા ફળોનું પણ સેવન કરીએ છીએ જો કે આ તમામ સહીતની કેટલીક વસ્તુઓ આપણા શરીરને સીઘી રીતે નુકશાન કરે છે. તો આજે આપણે હેલ્ધી રહેવા માટે જાણીશું કે કઈ વસ્તુઓ સાથે કયો ખોરાક સાથે ન લેવો જોઈએ નહી તો તેનાથી નુકશાન થઈ શકે છે.
દૂધ સાથે દહીં અથવા ખાટ્ટા ફળોનું સેવન ટાળું
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દૂઘ સાથે દહીં ન ખાવું જોઈએ જે પે બગાડવાની સાથે સાથે શરીકને બીજી રીતે નુકશાન કરે છે એજ રીતે દૂધ સાથે ખાટ્ટા ફળો ખાવાનું ટાળું જોઈએ જેનાથી એસિડિટી થવાની શક્યતાઓ રહે છે ખાસ કરીને દૂધની સાથે મોસંબી, નારંગી, સ્ટોબેરી,પાઈનેપલ વગેરે ખાટ્ટા ફળો ખાવાનું ટાળવું. કારણ કે આ ખાટ્ટા ફળોમાં એસિડ હોય છે જે દૂધમાં ભેળવવામાં આવે તો તે દૂધને દહીં કરી શકે છે અને પાચનની સમસ્યા ઊભી કરી શકે છે. તેથી તેનું એકસાથે સેવન કરવાનું ટાળો.આ સહીત ખાસ કરીને આયર્ન અને કેલ્શિયમનું એક સાથે સેવન ટાળવું જરુરી છે.
આર્ય.ન અને કેલ્શિયમ યુક્ત ખોરાક સાથે ન ખાવો જોઈએ
આયર્ન અને કેલ્શિયમ માનવ શરીર માટે બે આવશ્યક પોષક તત્વો છે, પરંતુ જ્યારે એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તમારું શરીર બંને પોષક તત્વોને શોષી શકશે નહીં.
લંચ કે ડિનર સાથે ફળોનું સેવન ટાળું
આપણા ભોજનમાં મીઠો સ્વાદ લાવવા માટે આપણે ઘણીવાર ખોરાક સાથે ફળો ખાઈ લેતા હોઈએ છીએ. જો કે, ન્યુટ્રિશનિસ્ટ્સ સૂચવે છે કે તમારે તમારા ભોજન સાથે ફળોનું સેવન ન કરવું જોઈએ.આમ કરવાથી ફળોના પોષક તત્વોના ગુણો નહીવત મળે છે સાથે જ પાચન સંબંધી સમસ્યા સતાવે છે તો ગેસ થવાની પણ શક્યતાઓ રહેલી છે.
માસાહાર સાથે ચીઝનું સેવન ટાળવું
આપણે સૌ કોઈ એક વાત તો જાણીએ છીએ કે માસાહાર પચાવામાં ખૂબ અઘરું છે અને જો તેની સાથે જ તમે ચીઝ પણ ખાઓ છો તો તે વધુ કેલેરી ઉત્પન્ન કરી શકે છે સાથે જ તમારું પેટ ગડબર થવાની પુરી શક્યતાઓ રહેલી છે તેથી ચીકન મટન સાથે ચીઝ ખાવાનું ટાળું જોઈએ.ચીઝ અને પ્રોસેસ્ડ મીટ સાથે તેનું સેવન કરવાથી સંતૃપ્ત ચરબી અને સોડિયમની માત્રામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ હૃદય રોગનું જોખમ વધારી શકે છે અને તમારા એકંદર આરોગ્યને પણ અસર કરી શકે છે.