- ભારતના રુપિયા શ્રીલંકા,હેંગરી જેવા દેશોની કરન્સી પર ભારે
- જાણો આવા જ કેટલાક દેશઓ જ્યાં તમે સસ્તામાં ફરી શકો છો
સામાન્ય રીતે આપણે કેટલાક દેશોમાં ફરવા જઈએ તો ડોલર, પાઉન્ડ,રેન જેવા ચલણના કારણે આપણે વધારે રુપિયા ખર્ચ કરવા પડતા હોય છે જો કે આજે એવા કેટલાક દેશો વિશે જાણીશું જ્યાં આપણા દેશનું ચલણ વધુ કિમંતી ગણાય છે, અર્થાત ત્યાની સરખામણીમાં આપણું ચલણ ભારે છે.
દુનિયાના ઘણા એવા સુંદર દેશ છે જ્યાં ભારતીય રૂપિયા કરતા ચલણ નબળું છે અને ત્યાં સરળતાથી ફરવું કરી શકાય છે.જો તમે આ દેશોમાં જાવ તો તમારે વધારે ખિસ્સું ઢીલું નહીં કરવું પડે.ચાલો જાણીએ આવા દેશ વિશે
1 – વિયેતનામ
વિયેતનામ એક સુંદર દેશ છે. અહીં ભારતીય ચલણ રૂપિયાની સ્થિતિ ઘણી સારી છે. અહીં એક રૂપિયાની કિંમત 353.80 વિયેતનામી ડોંગ છે. વિયેતનામ તેના સ્ટ્રીટ ફૂડ માટે જાણીતું જો તમે ઓછા ખ્રચમાં લિદેશ જવા ઈચ્છો તો અહીંની મુલાકાત લઈ શકો છો.
2 – પેરાગ્વે
અહીં એક રૂપિયાના બદલે તમને પેરાગ્વેનું ચલણ 86.96 ગુઆરાની મળશે. જો તમારે કોઈ એડવેન્ચર કરવું હોય તો તમારે પેરાગ્વે પહોંચવું જ પડશે.એહી ખૂબ સુંદર સમય વીતાવી શકો છો.
3- કંબોડિયા
કંબોડિયામાં એક રૂપિયામાં તમને 63.63 રિયાલ મળશે. કંબોડિયા તેની હરિયાળી માટે જાણીતું છે. અહીં તમે જૂની સંસ્કૃતિની સુગંધ અનુભવી શકો છો.
4 – મંગોલિયા
મંગોલિયામાં ભારતીય ચલણ રૂપિયાનો ભાર ઘણો છે. અહીં તમને એક રૂપિયામાં 37.60 મોંગોલિયન તુગ્રીક મળશે.
5 – કોસ્ટા રિકા
કોસ્ટા રિકા એ મધ્ય અમેરિકન દેશ છે. અહીં 8.89 કોસ્ટા રિકન કોલોન એક રૂપિયામાં કામ કરશે. કોસ્ટા રિકા તેની જૈવવિવિધતા માટે જાણીતું છે. જો તમે નૈસર્ગિક દરિયાકિનારા અને રંગબેરંગી પાણી જોવા માંગતા હો, તો તમે કોસ્ટા રિકા તરફ વળી શકો છો. જુરાસિક પાર્કની ફિલ્મનું સૂટીંગ પણ અહીં થયું હતું.
6- હંગેરી
હંગેરીમાં, તમને ચલણની કિંમત અનુસાર એક રૂપિયામાં 4.42 રૂપિયાનો સામાન મળશે. હંગેરી મધ્ય યુરોપમાં એક લેન્ડલોક દેશ છે. લોકો વિચારે છે કે યુરોપ જવાનું મોંઘું છે, પરંતુ તમે હંગેરી વિશે વિચારી શકો છો.
7 – આઇસલેન્ડ
અહીં પણ ભારતીય ચલણ રૂપિયો ક્રોના પર ભારે છે. આઇસલેન્ડમાં તમને એક રૂપિયામાં 1.72 ક્રોના મળશે. આ દેશ શિયાળાને ત્રાસ આપનાર માટે જાણીતો છે, પરંતુ ઉનાળામાં તમે અહીં ઉગ્ર આનંદ માણી શકો છો.
8 – શ્રીલંકા
શ્રીલંકા ભારત માટે અજાણ્યો દેશ નથી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. અહીં પણ તમને એક રૂપિયાના બદલે 2.37 શ્રીલંકન રૂપિયા મળશે. જો તમે સુંદર બીચ, જંગલો, પહાડો અને ચાના બગીચા જોવા માંગતા હોવ તો શ્રીલંકા જાવ.