Site icon Revoi.in

ક્રિસમસની રજાઓમાં ફરવા જવું છે,તો પાડોશી દેશોની કરો મુલાકાત,ઓછા બજેટમાં તમારો પ્રવાસ બનશે યાદગાર

Social Share

હાલ ક્રિસમસની રજાો આવી રહી છે આવી સ્થિતિમાં સૌ કોઈ બહાર ફરવા જનાવ પ્લાનિંગ કરતા હોય છે ખાસ કરીને ઘણા લોકો ઓછું બજેટ વાળા પણ હોય છે તેઓ દેશની બહાર ફરવાનો પ્લાનિંગ તો બનાવે છે પણ તેમના માટે બેજટ મોટી સમસ્યા બની જાય છે જો તમે પણ આવી સ્થઇતિમાં છો તો તમારા માટે અશિયાના ઘણા દેશઓ એવા છે કે જે ઓછા બજેટમાં ફરી શકો છો.

આ લીસ્ટમાં પહેલા નેપાળનો સમાવેશ થાય છે,ભારતનો પાડોશી દેશ છે જ્યાં દરેક વ્યક્તિ ફરવા જાય છે. જો તમે ઓછા બજેટમાં એશિયાના કોઈપણ દેશની મુલાકાત લેવા ઈચ્છો છો તો આનાથી સારો કોઈ દેશ નથી. તે વિઝા મુક્ત દેશ છે.આવી સ્થિતિમાં, જો તમે નવું વર્ષ ઉજવવા માટે ભારતની બહાર જવા માંગો છો, તો તમે નેપાળ જઈ શકો છો. અહીં તમે પોખરા અથવા કાઠમંડુ જેવી શ્રેષ્ઠ જગ્યાઓ પર જઈને મોજ-મસ્તી કરી શકો છો.

આ લીસ્ટમાં બીજા સ્થાને આવે છે ભૂતાન,હિમાલય પર સ્થિત ભૂટાન એક એવો દેશ છે જે ખૂબ જ શાંતિપ્રિય છે. અહીં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણી મોટી હસ્તીઓ પણ સમયાંતરે અહીં મુલાકાત લેવા આવે છે..દક્ષિણ એશિયામાં આવેલો આ દેશ તેના ઉંચા પહાડો, તળાવો, ધોધ અને અદ્ભુત નજારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ દેશની મુલાકાત લેવા માટે બજેટ પણ ઓછું પડશે અને તે વિઝા ફ્રી દેશ પણ છે.

ત્જી નંબર પર આ લીસ્ટમાં મ્યાનમારનો પણ સમાવેશ થાય છે. તમે ડિસેમ્બરના એન્ડમાં મ્યાનમાર પણ જઈ શકો છો. દક્ષિણ-પૂર્વમાં આવેલો આ દેશ નવા વર્ષ પર લાખો પ્રવાસીઓનું આકર્શણ નું કેન્દ્ર બને છેતેની અપાર સુંદરતા અને આતિથ્ય માટે પ્રખ્યાત, આ દેશ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. નવા વર્ષના ખાસ અવસર પર અહીં હાજર બાર કે ક્લબમાં પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં આવવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર પડશે નહી