ફરવા જવુ હોય તો આ દેશમાં જાવ,ગોવા ફરવા કરતા પણ ઓછા ખર્ચે થશે પ્રવાસ
વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં તમે ફરવા જવાનું વિચારો તો ખર્ચ એવો સામાન્ય થાય છે કે એના કરતા તો ગોવા ફરવું વધારે મોંઘુ પડી જાય, આ વાત સાંભળીને તમને થોડીવાર વિચાર આવશે કે આ શક્ય કેવી રીતે બને પણ આ વાત સાચી છે. કારણ કે જો વાત કરવામાં આવે ભારતના પાડોશી દેશ અને અન્ય એવા દેશ કે જે ભારતથી નજીક છે તો આ દેશો એકદમ સસ્તા છે.
શ્રીલંકા: શ્રીલંકા દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરના ઉત્તર ભાગમાં સ્થિત એક ખૂબ જ સુંદર ટાપુ છે. તમે અહીં ખૂબ જ સરળતાથી પહોંચી શકો છો. આ દેશ દુનિયાના અન્ય દેશો કરતા સસ્તો પણ છે. અહીં એક રૂપિયાનું ભારતીય ચલણ મૂલ્ય 3.75 શ્રીલંકન રૂપિયા છે.
વિયેતનામ: વિયેતનામ ભારે આધુનિકતા સાથે અપાર કુદરતી સૌંદર્યને જોડે છે. અહીં ભારતીય રૂપિયો સ્થાનિક ચલણ કરતાં અનેક ગણો મજબૂત છે. વિયેતનામમાં 1 રૂપિયાની કિંમત 285 વિયેતનામી ડોંગ છે.
નેપાળ: પ્રાકૃતિક સૌંદર્ય અને મંદિરોનો પ્રાચીન ઈતિહાસ નેપાળને પર્યટનની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ બનાવે છે. આવા ઘણા પ્રવાસન સ્થળો છે જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે અને આ સ્થળની સુંદરતાનો આનંદ માણે છે. અહીં એક રૂપિયાની કિંમત 1.60 નેપાળી રૂપિયા છે.