Site icon Revoi.in

જો તમે ઓફીસ વર્ક કરતા હોવ અને સાથે ઘર પણ સંભાળતા હોવ તો આ કેટલીક ટિપ્સ વાંચો, જે તમારા રસોઈ કામને બનાવશે સરળ

Social Share

 

સામાન્ય રીતે આજકાસ ગૃહિણીઓ ઘરની સાથે સાથે ઓફીસ કે બહારના કામ પણ સંભાળતી હોય છે આવી સ્થિતિમાં કામ પરથી ઘરે આવીને રસોઈ બનાવવી ખૂબ અઘરું કાર્ય લાગે છે,આ સાથે જ ઘરના વડીલો અને બાળકોનો ભોજનનો ટાઈમ પણ સાચવવો પડે છે,આવી સ્થિતિ દરેક ગૃહિણીએ કેટલાક મસાલાઓ અને ચટણીઓ બનાવીને એક અઠવાડિયા સુધીનો સ્ટોક કરી લેવો જોઈએ, ચટણીથી બાળકો માટે ઈન્સ્ટન્નટ નાસ્તો જેમ કે ભેળ કે ચાટ બનાવી શકાય છે,અને રેડી કરેલા મસાલાથી તરત જ શાક બનાવી શકાય છે.

આદુ-મરચાની પેસ્ટ

આદુ મરચાની પેસ્ટ તમે કોઈ પણ પ્રકારના ગ્રેવી વાળા શાકમાં ઉપયોગ કરી શકો છો, આ માટે તમારે આદુ અને લસણ બન્ને સરખા ભાગનું લઈને તેમાં મીઠું તથા 2 ચમચી તેલ નાખીને મિક્સમાં પેસ્ટ બનાવીને કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી મૂકવી, જ્યારે પણ શાક બનાવું હોય ત્યારે આ પેસ્ટનો ઉપયોગ કરવો,જેથી તનારા સમયની પણ બચત થશે. અને શાક બનાવતા વાર નહી લાગે.

મરચા અને આદુની પેસ્ટ

500 ગ્રામ મરચામાં 200 ગ્રામ આદુ નાખીને તેની પેસ્ટ બનાવીલો , તેને દળતી વખકે મીઠુ અને તેલ પણ નાખવું . ત્યાર  બાજ બોટલમાં ભરીને  ફ્રીજમાં સ્ટોર કરી લેવી, આ પેસ્ટ તમે ઢોકળા બનાવવામાં કે પછી એવી વાનગી કે જેમાં લસણ ન વાપરવું હોય તેમાં ઉપયોગ કરી શકો છો.

ગ્રીન ચટણી

આ બનાવવા માટે લીલા ધાણામાં 2 કે 3 નંગ લીલા મરચા ,થોડો ફૂદીનો 10 થી 12 કળી લસણ અને મીઠું તેલ તથા જીરુ એડ કરીને મિક્સરમાં પીસી લેવી, આ ચટણી તમે સ્ટો કરી શકો છો, જેનો ઉપયોગ તમે બ્રેડ પર કે રોટલી પર લગાવી તમારા બાળકોને તરત કંઈક ભાવતું બનાવવા માટે કરી શકો છો, આ ચટણી સેન્ડવીચ બનાવી વખતે પણ ઉપયોગમાં લઈ શકોછો.

શીંગદાળા લસણની ચટણી

100 ગ્રામ લસણમાં 100 ગ્રામ શીંગદાળ, મીઠું ,તેલ એડ કરીને મિક્સરમાં ક્રશ કરીલો, ત્યાર બાદ તેને તેલમાં જીરું નાખીને બરાબર સાંતળીલો, આ લસણનો ઠેસો તમે બોટલમાં ભરીને ફ્રીજમામં સ્ટોર કરી શકો છો, જ્યારે પણ ભૂખ લાગે ત્યારે રોટલી, ખિચડી, બ્રેડ કે ભાત સાથે આનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ ગ્રેવી વાળા શાકમાં 1 કે 2 ચમચી એડ કરી શકો છો.