- તમારું બાળક વધુિ સમય ટો.લેટમાં બેસી રહે છે
- જો આમ હોય તો તેના ખોરાકમાં ફેરફાર લાવાની જરુર છે
- કબજિયાતથી બાળકનું પેટ ખરાબ થાય છે
સામાન્ય રીતે ઘણા બાળકો ટોયલેટમાંથી 30 30 મિનિટ કે તેથી વધુ સમય પછી પ મબહાર આવતા નથી હોતા કારણ કે તેઓનું પેટ સાફ બરબર થતું નથી, જો કે આ માટે તેમનો ખોરાક જવાબદાર હોય છે,જો તમારા બાળકને પમ આ પ્રકારની સમસ્યાઓ થતી હોય તો ખાસ તમારે બાળકના આહારમામ પરિવર્તન લાવવાની જરુર છે. બને ત્યા સુધી બાળકને ફાસ્ટ ફૂડ, મેંદા વાળઈ વસ્તુઓ, બિસ્કિટ વગેરે આપવાનું ટાળવું જોઈએ અને સાથે જ લીલા શાકભાજી સલાડ જેવી વસ્તુઓ આપવી જોઈએ.
કારણ કે મેંદા જેવી વ્સતુ મળને આવતા એટકાવે છે જ્યારે આંતરડામાં માંસપેશીઓ સંકોચાઈ જાય ત્યારે મળ જલ્દી બહાર આવતું નથી અથવા મળમાં પાણીની કમી હોય છે. જેના કારણે આંતરડામાંથી મળ બહાર નીકળવામાં સમસ્યા થાય છે.
પેટ સાફ ન થતા બાળક માટે આટલી રાખો કાળજી
- બાળકો આખા દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીવે છે, જેના કારણે બાળકોના આરોગ્ય પર અસર થાય છે. બાળકોને વઘુ પાણી પીવડાવો
- દિવસમાં 6થી 7 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, કબજિયાતની સમસ્યા હોય તો વધુ માત્રામાં પાણી પીવું. વધુ માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી સરળતાથી વિષાક્ત પદાર્થો દૂર થઈ જાય છે.
- તમારા હાળકને ભઓજનમાં દાળ ભઆત શાક રોટલી આપવાનો આગ્રહ રાખો ત્યાર બાદ તમે ફ્રૂટ આપી શકો છો.
અઠવાડિયામાં 32 વખત બાળકને પપૈયાનું સેવન કરાવું જોઈએ જેનાથી કબ્જ દૂર થશે - જો વધુ કબ્જની સમસ્યા હોય તો ડોક્ટરની પણ મુલાકાત લેવી જોઈએ. દહીં તથા લસ્સી ઓછા પ્રમાણમાં આપો ,અઠવાડિયામાં 2 3 વખત આપી શકો
- આ સાથે જ બાળકેન જંક ફૂડ, ચીપ્સ, બિસ્કીટ થી દૂર રાખવા જોઈએ . જેના કારણે કબજિયાતની સમસ્યા થાય છે.
- બાળકને આહારમાં ફાઈબરયુક્ત ભોજનનું આપવાથી સરળતાથી મળત્યાગ થાય છે. બાળકો સાબુત અનાજ, લીલા શાકભાજી, ફાઈબરયુક્ત ફળ, બીન્સ અને દાળનું સેવન કરે તેનું ધ્યાન તમારે આપવાનું હોય છે કારણ કે બાળકો તો જીદ કરે પણ માતા પિતાએ તેને મનાવીને સારો ખોરાક ખાવાની સલાહ આવપી જોઈએ