તમારા બોડિમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો ખોરાકમાં કરો ફેરબદલ, આ ખોરાક તમારા માટે ગુણકારી
ઓક્સિજન આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને જો તમારા બોડીમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો તમારે ખાવામાં થોડો ફેરબદલ કરવાની જરુર છે આહારમાં એવો ખોરાક લેવો જોઈએ જે તમને પુરુતુ ઓક્સિજન આપી શકે તો ચાલો જાણીએ આ પ્રકારના ખોરાક વિશે.
એવો ખારોક સામેલ કરો કે જે તામારા હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે. તમારા આહારમાં કોપર, આયર્ન, વિટામિનની સાથે સાથે ફોલિક એસિડ પણ સામેલ કરવા જરૂરી છે. આ તમામ જરૂરી પોષકતત્વો તમારા શરીરમાં ઓક્સીજનના સ્તરમાં વધારો કરે છે.
આ સાથે જ બટાકા, તલ, કાજૂ અને મશરૂમમાં ભરપૂર માત્રામાં કોપર ઉપલબ્ધ હોય છે. આયર્ન માટે લીલા શાકભાજી અને દાળને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
આ સાથે જ દૂધ, દહીં, બદામ, પનીર, બ્રેડ અને વગેરેને તમારી આહારમાં સામેવલ કરી શકો છઓ. અનાજ, શેકેલા સૂરજમુખીના બીજ, દૂધી અને શેકેલી મગફળી પણ વિટામીન બી 3થી ભરપૂર હોય છે.
આ સહીત જો વિટામિન B12 ના સ્ત્રોત ની વાત કરીએતો માંસાહારી ખોરાકમાં અંગ માંસ ચિકન, ટુના માછલી અને ઇંડા. શાકાહારી- મશરૂમ, બટેટા, એવોકાડો, પીનટ, બ્રોકોલી, બ્રાઉન રાઈસ અને પનીર વગેરે ખાય શકાય છે.
શાકભાજીની જો વાત કરવામાં આવે તો તને શક્કરિયા, ગાજર, દૂધી, કેરી અને પાલક વગેરેમાં પણ વિટામિન એ હોય છે.અંકુરિત અનાજનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અધિક લાભ થાય છે, તથા શરીરમાં ઓક્સીજનનું સ્તર પણ વધારે છે. જે માટે તમે અંકુરિત ચણા, દાળ અને મગ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.