- સ્લેટ પેન ખાવાથી પેટની બીમારી થાય છે
- બાળકોની આ ટેવ જલ્દીથી છોડાવી દેવી જોઈએ
નાના બાળકો જેઓ સ્કુલમાં ભણતા હોય છે તેઓને સ્લેટ પેન ચાવવાની આગત હોય છે. તો ઘરે રહેતા નાના બાળકો દિવાલ પરનો ચૂનો ઉખાડીને ખાય છે તો વળી ઘણા લોકો બ્લેક બોર્ડ પર જે ચોકનો ઉપયોગ કરીે છે તે ખાય છે જો કે જે પણ બાળકોને આટલી આદતો હોય છે તે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
સ્લેટ પેન ખાવાની મજા ક્યારે આપણી સજા બની જાય છે એ ખબર પડતી નથી. હકીકતમાં, ઘણા લોકો પેનથી લખે છે, પરંતુ લખવાની સાથે, તેઓ તેને ખાવા પણ લાગે છે. સ્લેટ પેન્સિલ ખાવાથી અનેક રોગોને આમંત્રણ મળે છે. પેન્સિલ ખાવાનું વ્યસન જેવું બની જાય છે. આજે પણ એવા ઘણા લોકો છે જે મોટા થયા પછી પણ પેન્સિલનો ઉપયોગ કરે છે. આટલું જ નહીં, બાળકો પણ તેમના માતા-પિતાથી છુપાવીને તેનો સ્વાદ લે છે.
જાણો સ્લેટ પેન કે ચોક ખાવીથી થતી આડઅસરો
દાંત ખરાબ થવાની સમસ્યા
સ્લેટમાં લખવાની પેન ખાવાથી દાંત પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ક્યારેક સ્લેટ પેન જોરશોરથી ચાવવાથી બાળકોના દૂધના દાંત પણ તૂટી જાય છે. જે પાછળથી આડા અવળા ઉગે છે. તેના સેવનથી જડબાને પણ નુકસાન થાય છે.
કબજિયાતની સમસ્યા
પેન કે ચોક ખાવાથી પણ કબજિયાતની સમસ્યા શરૂ થાય છે. કારણ કે આપણું પેટ પથરીને પચાવવા માટે રચાયેલ નથી. અને પેન્સિલ પથ્થરની બનેલી હોય છે જેના કારણે પેટમાં કબજિયાત થાય છે.
કિડનીમાં પથરીની સમસ્યા
સ્લેટ પેન ચોક કે ચૂનો ખાવાથી ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે. જેમાંથી એક કિડની સ્ટોન છે. સ્લેટ પેન એ એક પ્રકારનો પથ્થર છે જે જમીનમાં ખૂબ જ નીચે જોવા મળે છે. જો આપણે તેને ખાઈએ તો તે કિડનીમાં ફસાઈ જાય છે, જેના કારણે તે જગ્યાએ થોડી જ વારમાં પથરી બનવા લાગે છે. જે આપણી કીડનીને નુકસાન તો કરે જ છે, પરંતુ તે ખૂબ જ પીડાદાયક પણ છે.
પેટમાં ચૂંક આવવાની ફરીયાદ
આપણે હમણાં જ કીડની સ્ટોન વિશે વાત કરી છે, પરંતુ શું તમે જાણો છો કે પેન્સિલ ખાવાથી પેટમાં દુખાવો શરૂ થાય છે, જે ખૂબ જ અસહ્ય દુખાવો છે. કારણ કે આ પેન્સિલ પેટમાં ફસાઈ જાય છે, જેના કારણે પેટમાં ખેંચાણ થવા લાગે છે. એટલું જ નહીં, વધુ પડતા સેવનથી ઉલ્ટી પણ થઈ શકે છે.