1. Home
  2. ગુજરાતી
  3. જો તમારી આઇબ્રો પણ આછી હોય તો તમારે પણ આ ઘરેલુ ટિપ્સને કરવી જોઈએ ફોલો
જો તમારી આઇબ્રો પણ આછી હોય તો તમારે પણ આ ઘરેલુ ટિપ્સને કરવી જોઈએ ફોલો

જો તમારી આઇબ્રો પણ આછી હોય તો તમારે પણ આ ઘરેલુ ટિપ્સને કરવી જોઈએ ફોલો

0
Social Share

આજના આ સમયમાં દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ, કપડા તથા મેકઅપની બાહ્ય સુંદરતા કરતા વધુ જરુરી છે ચહેરાના નિખારની સુંદરતા, આપણી ત્વચાની આપણે ઘણી કાળજી કરતા હોઈએ છીએ, મેકઅપ કરતી વખતે જાણે આપણો લૂક બદલાય જાય છે એમા પણ જો આપણી આઈબ્રો આછી હોય અને તેને પેન્સિલ વડે ઘટ્ટ કરવામાં આવે તો જાણે ચહેરાનો આખો શેપ બદલાય જાય છે, પણ જો આઈબ્રો નેચરલી બ્લેક અને ઘટ્ટ હોય તો મેકઅપની પણ જરુર રહેતી નથી, આજે આપણે વાત કરીશું કુદરતી રીતે આઈબ્રોને ઘટ્ટ કરવાની.

દરેકની ઈચ્છા હોય છે કે તે પોતાની મરજી પ્રમાણે આઈબ્રોને શેપ આપી શકે પરંતુ શેપ આપવા માટે આઈબ્રો ઘટ્ટ હોવી પણ જરુરી છે.તો આ આઈબ્રો ઘટ્ટ કરવા માટે તમે ઘરે રહીને જ ઓછા ખર્ચમાં કેટલાક સરળ ઉપાયો કરી શકો છો,તો જાણો આઈબ્રો ઘટ્ટ કરાવા શું કરવું જોઈએ.

લાઈટ આઈબ્રો ને જાડી બનાવી હો.ય તો અપનાવો આ ટિપ્સ

આઈબ્રોનો ગ્રોથ ઓછો હોય ત્યારે તમારે અવાર નવાર એટલે કે મહિનામાં 2 થી 4 વખત આઈબ્રોના સાઈડ પરના વાળ થ્રેડથી રિમૂવ કરાવતા રહેવું જેથી વાળનો ગ્રોથ વધશે.જેમ તમે વાળ રિમૂવ કરશો તેમ ગ્રોથ વધવાની શક્યતાઓ વધે છે.

જો આઈબ્રોને બ્લેક અને ઘટ્ટ બનાવવી હોય તો દરરોજ રાતે સુતા વખતે દિવેલથી આઈબ્રો પર 2 મિનિટ મસાજ કરીને તેને એમજ રહેવા દઈ સુઈ જવું આમ રોજ કરવાથી આઈબ્રો ઘટ્ટ અને બ્લેક બને છે.

બદામના તેલના ઉપયોગથી આઈબ્રોને ઘટ્ટ બનાવી શકો છો, આ માટે રાતે બદામનું તેલ આઈબ્રો પર લગાવીને સુઈ જવાનું ,આ પ્રક્રિયા દરોરજ રાતે કરવી જેથી આઈબ્રોના આછા વાળ ગ્રોથમાં પરિણામ  પામે છે,અને આઈબ્રો શાઈન પણ કરશે.

આઈબ્રો માટે ઓલિવ ઓઈલ બેસ્ટ ઓપશન છે ,આ ઓઈલથી આઈબ્રો પર માલિશ કરવાથી આઈબ્રોનો ગ્રોથ વધે છે.આ સાથે જ એક નાની કાસકી આઈબ્રો પર દરરોજ દિવસમાં 4 થી 6 વખત ફેરવતા રહેવું જેથી લ્બડ સર્ક્યૂલેશન વધવાની સાથે સાથે ગ્રોથ પણ સારો બને છે.

લીબુંનો રસ અને તેમાં ખાંડ નાખીને આ મિશ્રણ આઈબ્રો પર લગાવી રહેવાદો હવે 10 મિનિટ બાદ તે સુકાઈ જાય એટલે તેના પર ઓલિવ ઓઈલથી મસાજ કરો આમ કરવાથી પણ આઈબ્રો સારી બને છે અને બ્લેક પણ થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code