Site icon Revoi.in

તમારી આંખો સોજેલી રહે છે, તો સવારે જાગીને અપનાવો આ કેટલીક ટિપ્સ, આંખોને મળશે આરામ

Social Share

હવે થોડી થોડી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે આવી સ્થિતિમાં આંખો દુખવી આંખોમાં સોજા આવવા જેવી સમસ્યાઓ વધી જાય છે ખાસ કરીને સવારે જાગીએ ત્યારે આંખો ચોંટી જાય છે જો કે આ દરેક સમસ્યાનો ઈલાજ તમે ઘરે જ કરી શકો છો બસ ા માટે તમારે ધ્યાન આપવાનું હોય છે.

તમે જ્યારે સવારે જાગો છો અને આંખો સોજેલી હોય કે ચોંટેલી હોય ત્યારે  પાણીના ઉપયોગથી  મટાવી શકો છો આ માટે એક તપેલીમાં પાણી લો અને તેમાં કોટન બોલ્સ નાખીને ફ્રીજમાં રાખો. ઠંડા થયા આમખો પર મસાજ કરો

એલોવેરાના જેલને તમે બરફની ટ્રિમાં જમાવી દો ત્યાર બાદ તેની ક્યૂબથી આંખોમાં મસાજ કરો આમ કરવાથી આંખો પરના સોજા ઓછા થશે અને તમને રાહત મળશે.જો તમે ઈચ્છો તો લીમડાના પાનનો રસ કાઢીને તેનો પણ બરફ જમાવીને મસાજ કરી શકો છો.

આ માટે તમે ટી બેગ્સ નો યૂઝ કરી શકો છો.જે તમારી આ સમસ્યાને ઉકેલવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.તેમાં હાજર એન્ટીઓક્સીડેંટ ગુણ સોજાને ઘટાડવાની સાથે સાથે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ સહીત આઇસ ક્યુબ આંખોના સોજાને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. આઇસ ક્યુબને કોટનના કપડામાં લપેટીને આંખોની મસાજ કરો. આ આંખોના સોજાને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.ધ્યાન રાખો કે મસાજ ડાયરેક્ટ ન હોવી જોઈએ.આોખંને તેનાથી ઠંડક પણ મળે છે,