શું તમારી આંખોનું તેજ ઘટી રહ્યું છે, તો હવે આંખોની સંભાળ રાખવાનો સમય આવી ગયો છે,આ રીતે રાખો કાળજી
- આંખોને કેટલાક સમય માટે આરામ આપો
- ટીવી,મોબાઈલ જેવી વસ્તુઓથી દૂરી બનાવો
- બરાબર ઊઁધ લેવી જોઈએ
- હળવી આંખોની કસરત કરવી જોઈએ
સામાન્ય રીતે આપણે આપણા આરોગ્યની ખાસ કાળજી લેતા હોઈએ છીએ જો કે આજના આઘુનિક યુગમાં મોબાઈલ અને લેપટોપ ટીવીનો ઉપયોગ ખૂબ વધ્યો છે જેની સીધેસીધી અસર આપણી આંખો પર પડી હી છે, જાણે અજાણ્યે આપણે અનેક રીતે આપણી આંખોને નુકશાન પહોંચાડી રહ્યો છે આવી સ્થિતિમાં દિવસ દરમિયાન છોડો સમય આંખોની સંભાળ માટે ફાળવવો જોઈએ.
આંખોની સંભાળ રાખવા કરો આટલું
- આંખોની સંભાળ રાખવા માટે સૌ પ્રથમ તમારે 7 થી 8 કલાકની પુરેપુરી ઊઁધ લેવી જોઈએ જેથી આંખો પર સોજા નહી આવે અને આંખની રોશ્ની પર અસર નહી પડે
- આ સાથે જ ટી બેગ આંખો પર મૂકવાથી આંખોના સોજામાં આરામ મળે છે. સાથે આંખોનો થાક પણ દૂર થાય છે.
- બને ત્યા સુધી ટિવી ચોક્કસ સમય મર્યાદામાં જોવું જોઈએ, આ સાથે જ લેટ નાઈટ સુધી મોબાઈલનો ઉપયોગ ચાળવો જોઈએ, ટીવી જ્યારે પણ જોવા બેસો ત્યારે દૂરથી જોવું જોઈએ
- તમારી આંખો પર હળવા હાથે બદામના તેલનું રોજ રાતે સુતી વખતે માલિશ કરવું જોઈએ જેથી આંખોને આરામ અને રાહત મળે
- તમારા ખોરાકમાં ડ્રાયફ્રૂટનો સમાવેશ કરો ખાસ કરીને બદામને પલાળીને તેનું સેવન કરો. આ સાથે જ લીલા પાનવાળા શાકભાજી ખાવાનું અને સલાડ ખાવાનું ભરપુર રાખો
- ગુલાબની 9-10 પાંખડીઓને શેતૂરના પાંદડા સાથે એક ગ્લાસ પાણીમાં નાંખી થોડા કલાક માટે મૂકી રાખો. ત્યારપછી આ પાણીથી આંખો ધોઇ લો. તેનાથી આંખોનો થાક દૂર થશે.
- આ સાથે જ તમારી આંખોને શુષ્ક પડવા દેશો. શુષ્ક આંખોમાં અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે. માટે તમારી આંખોને થોડી-થોડીવારે ઠંડા પાણીથી ધોતા રહો.
આ રીતે કરો આંખ માટેની હળવી કસરત
– આંખોથી ઉપર જુઓ, નીચે જુઓ. માથું હલાવવાનું નથી. માત્ર આંખોની કીકી દ્વારા જ જોવાનું છે. આ પ્રક્રિયા આઠથી દસ વખત કરો,
– હવે આંખોની કીકીને ડાબે ઉપર અને જમણે નીચે, પછી જમણે નીચે અને ડાબે ઉપર તે પ્રમાણે ત્રાંસી આઠથી દસ વખત ચલાવો. ત્યારપછી આંખો બંધ કરીને થોડી વાર આરામ કરો
– કાકડી અને બટાકા આંખો માટે ઘણાં સારા છે. બટાકા અથવા કાકડીના બે નાના ટૂકડાં કરી આંખ પર 10-15 મિનિટ સુધી રાખો. તેનાથી આંખોને બહુ આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે.આ સાથે જ જો વધારે આંખોની સમસ્યા હોય તો આંખના ડોક્ટરની મિલાકાત લેવી જોઈએ અને તે પ્રમાણે દવાો શરુ કરવી જોઈએ.