ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળએ સૌની હાલત ખરાબ કરી દીધી છે. દરેક વ્યક્તિઓએ ઠંડીથી બચવા જેકેટ અને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠંડીની આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે, કેમ કે ઠંડીની સીધી અસર ત્વચા પર પડે છે. શિયાળાની આ મોસમમાં ત્વચા ખુબ શુષ્ક બની જાય છે.
ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારના સ્ક્રિન કેર પ્રોડક્ટ વાપરે છે. ચહેરા અને હાથનું લોકો વિશેષ ધ્યાન રાખે છે, પણ જ્યારે પગની વાત આવે છે, જ્યારે પગનું ધ્યાન રાખી શકતું નથી. જેનાથી પગ ખૂબ શુષ્ક થવા લાગે છે.
• પેટ્રોલિયમ જેલી
જો તમારા પગ ખૂબ શુષ્ક થઈ રહ્યા છે, અને તમારી પાસે એટલો સમય નથી કે તમે ફુટ કેર કરી શકો, તો તેના માટે પેટ્રોલિયમ જેલી સારો વિકલ્પ છે. તમે સરળ રીતે પેટ્રલિયમ જેલીનો ઉપયોગ કરી ને તમારા પગને મુલાયમ બનાવી શકો છો. પેટ્રલિયમ જેલી બજારમાં સરળતાથી મળી જાય છે.
• મધ
મધમાં ઘણા એવા તત્વો હોય છે, જે ત્વચાના શુષ્કપનથી છુટકારો આપે છે. જો તમે મધનો ઉપયોગ કરવા માગો છો, તો 10 થી 15 મિનિટ સુધી તમારા પગ પર લગાવો અને પગને હૂંફાળા પાણીથી સાફ કરી દો. તમને આના થી ચોક્કસ ફાયદો મળશે.
• કુંવરપાઠુ
ભારતમાં ભાગ્યે જ એવુ ઘર હશે, કે જ્યા કુંવરપાઠુ જોવા નહીં મળે. એવામાં તમે આને સરળ રીતે ઉપયોગ કરી શકો છો. બજારમાં તમને રેડિમેટ એલોવેરા જેલ મળી જશે, જેનો ઉપયોગ તમે તમારા પગ પર કરી શકો છો. જો તમારા ઘરે તાજું કુંવરપાઠુ છે તો એનો જ ઉપયોગ તમારા પગની ભેજ જાળવી રાખવામાં કરો.