- વાળ ખરતા બંધ કરે છે મેથીના દાણાની પેસ્ટ
- લીમડાના પાનની પેસ્ટ વાળમાં લગાનાથી વાળ ખરતા બંધ થાય છે
સામાન્ય રીતે વાળ ખરવાની સૌ કોઈને ફરીયાદ હોય છે સ્ત્રી હોય કે પુરુષ વધતી ઉમંર અને નાની ઉંમરે અનહેલ્ધી ખોરાક વાળ ખરવા પાછળનું ખાસ કારણ હોય છે, ત્યારે આવી સ્થિતિમાં ઘરે રહીને કેટલાક નુસ્ખાોથી તમે ટૂંકા સમયમાં વાળને ખરતા અટકાવી શકો છો. તમારા ભોજનમાં વિટામિન્સવાળા ખોરાકની કમી, શરીર માટે યોગ્ય પ્રમાણમાં પ્રોટીનની ઉણપ. એક સ્વસ્થ યુવાન શરીરને દિવસ દરમિયાન 45થી 55 ગ્રામ સુધી પ્રોટીનની જરૂર રહે છે
ખરતા વાળને બંધ કરવા અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ
સવારે આ પલળેલા મેથીના દાણાની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને માથા પર લગાવતા પહેલાં તમારે તમારા વાળ ધોઈ લેવા અને ભીના વાળમાં જ મેથીની તૈયાર કરેલી પેસ્ટ સરસ રીતે લગાવી લેવી. વાળના મૂળિયાથી શરૂઆત કરવી. મેથી દરેક વાળના મુળ સુધી પહોંચે તે માટે તમારે પાંથીએ પાંથીએ મેથીની પેસ્ટ લગાવતા જવી.આમ કરવાથી વાળ ખરતા બંધ થાય છે
રાત્રે સુતા પહેલાં ત્રણ ચમચી મેથીના દાણા પલળવા મુકી દેવા. સવારે ઉઠીને આ દાણા વાટીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટમાં એક ચમચી લીંબુને રસ ઉમેરવો અને સાથે જ અરધી વાટકી નાળીયેરનું દૂધ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરીને એકરસ કરી લેવું. હવે આ તૈયાર થયેલી પેસ્ટને વાળની પાંથીએ પાંથી એ લગાવી લેવી.
મેથીનો વાળ માટેનો આ સૌથી બેસ્ટ ઉપયોગ આ છે જેમાં તમારા હાથ નહીં બગડે. તેના માટે તમારે એક નાની તપેલીમાં એક ગ્લાસ પાણી અને બે ચમચી મેથીના દાણા ઉકાળી લેવા. પાણી બરાબર ઉકળી જાય અને ઠંડુ થઈ જાય પછી તે પાણીથી વાળમાં મસાજ કરવું. મસાજ કર્યા બાદ 15-30 મિનિટ તેમજ રહેવા દેવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા આ પ્રયોગથી વાળ શાઈની તેમજ સ્ટ્રોંગ બનશે.