Site icon Revoi.in

તમારા હેર ઓઈલી છે, તો વરસાદની  સિઝનમાં તેની આ રીતે રાખો સંભાળ, નહી તો વાળ બની જશે બરછડ

Social Share

ઘણી મહિલાઓના વાળ ખૂબ જ ઓઈલી હોય છે જેના કારણે જો તમણે હેર ઓઈલ કર્યું હોય અને તેઓ વરસાદમાં ભીંજાય છે તો તેમના વાળ ખરાબ જલ્દી થાય છે આવી સ્થિતિમાં ઓઈલી હેર વાળઆ લોકોએ ખાસ પોતાના વાળની કાળજી લેવી જોઈએ ,ખૂબ જ તૈલી વાળ હોય તો તમારા વાળ દર બીજા દિવસે ગંદા દેખાવા લાગે છે, પરંતુ રોજ વાળ ધોવા એ પણ વાળના સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી જ કારણ કે આમ કરવાથી વાળનું કુદરતી તેલ નીકળી જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા વાળની ​​યોગ્ય કાળજી લો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ રીતે રાખો તમારા ઓઈલી વાળની સંભાળ

જો તમારા વાળ ઓઈલી છે તો તેને દરરોજ વોશ કરવાની આદત સારી નથી,તૈલી વાળને અઠવાડિયામાં માત્ર ત્રણથી ચાર વાર જ ધોવા પણ રોજ ધોવાનું ટાળો.

આ સાથે જ કેમિકલ ટ્રીટમેન્ટને કારણે વાળ ખૂબ જ બરછડ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે લોકોમાં કેમિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો હોય, તો તમારે મહિનામાં ઓછામાં ઓછા ત્રણ વખત હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.બને ત્યા સુધી હોમમેડ હેર માસ્ક જે ફળોમાંથી બનાવેલા હોય તેને પ્રીફર કરો તો વધુ સારુ પરિણામ મળશે.

આ સાથે જ ચોમાસામાં વાળ અવાર નવાર ભીના થવાની ફરીયાદ થતી હોય છે જેના કારણે માથાની ચામડી ઓછી તેલયુક્ત બને છે. આવી સ્થિતિમાં તમારે વારંવાર શેમ્પૂ કરવાની જરૂર નથી.તમે શેમ્પુના બદલે ક્યારેક કુદરતી વસ્તુઓથી વાળ ધોવાની આદત રાખો.

તમારા વાળ ધોતી વખતે, વાળની ​​આખી લંબાઈ ધોવાને બદલે, ખાસ કરીને માથાની ચામડીની સફાઈ પર ધ્યાન આપો.શેમ્પૂ કર્યા પછી કન્ડિશનરનો ઉપયોગ કરો.
વાળના છેડા પર કન્ડિશનર લગાવો કારણ કે કન્ડિશનર વાળને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે, જેનાથી વાળ ફાટવાની સમસ્યા નથી થતી.