જો તમારા વાળ ખૂબ જ તૂટી રહ્યા હોય તો અંજીરના આ ઉપાયથી વાળને જડમાંથી બનાવો મજબૂત
- વાળને મજબૂત બનાવે છે અંજીર
- આ રીતે કરો તેનો ઉપયોગ વાળ તૂટતા થશે બંધ
ઘણા લોકોને હેર તૂટવાની કે ખરવાની ફરીયાદ હોય છએ આવી સ્થિતિમાં વાળની કાળજી રાખવી ખૂબ જ જરુરી બને છે વાળની સુંદરતા સ્ત્રીઓની સુંદરતાને નિખારે છે.આજે વાત કરીએ અંજીરની જે સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
અંજીર પોષક તત્વોનો ભંડાર છે, જે મેગ્નેશિયમ, વિટામિન-સી અને ઈ જેવા ગુણોથી ભરપૂર છે. આ ગુણધર્મો વાળના વિકાસ માટે જરૂરી છે, જે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને વધારે છે, જેનાથી વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કઈ રીતે અંજીર વાળને મજબૂત બનાવે છે જાણો
અંજીરનું તેલ એક ઉત્તમ કન્ડિશનર છે, જે તમારા વાળને તૂટતા અટકાવે છે. તેમને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરે છે. વાળના વિકાસમાં અંજીર ફાયદાકારક છે. ખાસ વાત એ છે કે અંજીરનું તેલ ખોપરી ઉપરની ચામડીમાં લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે, જે વાળના વિકાસને ઝડપી બનાવે છે.
આ રીતે કરો ઉપયોગ- અંજીરના ફાયદા મેળવવા માટે તમારે તમારા દૈનિક આહારમાં 2 અંજીરનો સમાવેશ કરવો જોઈએ, જો તમે પલાળેલા અંજીરનું સેવન કરો તો સારું રહેશે. આ સિવાય તેમાંથી તૈયાર કરેલી આ વસ્તુ વાળમાં લગાવવાથી જબરદસ્ત ફાયદો થાય છે.
સૌથી પહેલા બે ચમચી દહીંમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
હવે આ પેસ્ટમાં અંજીરના તેલના 10 ટીપાં મિક્સ કરો.
પછી આ પેસ્ટને વાળમાં લગાવો અને એક કલાક માટે રહેવા દો.
આ પછી તમારે તમારા વાળને શેમ્પૂથી ધોવા લેવા.
અંજીરના તેલની આ રેસીપી વાળને લાંબા અને મજબૂત બનાવે છે. તમે અઠવાડિયામાં 2 વખત આ રેસીપીનો ઉપયોગ કરી શકો છો.
tags:
hair cear