Site icon Revoi.in

તમારા વાળ ઉમંર પહેલા જ સફેદ બની રહ્યા છે, તો જોઈલો આ ઘરેલું અસરકારક ઈલાજ

Social Share

સામાન્ય રીતે આજે નાની ઉમંરમાં પણ બાળકોને સફેદ વાળ આવવા લાગે છે, તો અનેક લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ,સફેદ વાળ એ લગભગ મોટા ભાગના યુવા વર્ગની સમસ્યા બની ગઈ છે જો કે તમે તેનો ઘરેલું ઈલાજ કરીને તેમાંથઈ છૂટકારો મેળવી શકો છો.

તમારા ઘરમાં જ કેચલીક એવી વસ્તુઓ રહેલી છે  જે તમારા સફેદ બનેલા વાળને કાળા કરવામાં ખૂબ મદદરુપ બને છે

1 – નારીયેળનું તેલ

કોરો વાળ રાખવાની આડત હોય તો છોડી દો, નારિયેળનું તેલ હંમેશા વાળમાં લગાવાની આદત રાખો ,જો શક્યહોય તો નારિયેળના તેલમાં દૂધીની છાલ, ભાંગરો અને મેથી નાખીને ઉકાળી લો ત્યાર બાદ તેને ગાળીને વાળમાં પેથીે પેથી એ લગાવો આમ કરવાથી વાળ મૂળમાંથી કાળ બનશે

2 – ડુંગળીનો રસ 

ડુંગળીની પેસ્ટ કરી વાળમાં 10 મિનિટ સુધી લગાડવી.આમ કર્યા બાદ વાળ સારી રીતે ધોઈ લેવા. આ ઉપાયથી વાળ કુદરતી રીતે કાળા થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.આ સાથે જ વાળ પોષણ યૂક્ત પણ બનશે

3 – લીમડાના પાન

કડવો લીમડો દરેક બીમારીથી લઈને સુંદરતાનો રામબાણ ઈલાજ છે,કળવા લીમડાની પેસ્ટ બાનવીને તેમાંથી રપસનીચોવી લો ત્યાર બાદ વાળ ઘોતા પહેલા આ રસથી 20 મિનિટ માથામાં હળવા હાથે મસાજ કરીલો આમ કરવાથી મૂળીયા તો મજબૂત બનશે જ પણ વાળ પણ કાળ થશે અને લફેદ વાળ થતા હશે તો અટકશે

4 – મીઠો લીમડો

નારિયેળના તેમાં લીમડાના પાનને બરાબર ગરમ કરી તેલ ગાળી લો, ત્યાર બાદ આ તેલ વાળમામ લગાવવાથી વાળ કાળા બને છે અને સાથે મજબૂત પણ બને છે.કડવો લીમડો સ્વાદની સાથએ સુંદરતા બરકરાર રાખવામાં મદદરુપ છે.

5 આમળા

આમળાના રસમાં બદામનું તેલ ઉમેરવું.ત્યાર બાદ આ બન્ને તેલનું મિશ્રણને વાળમાં લગાવી 15 મિનિટ રાખવું ત્યાર બાદ વાળ ધોઈ લો.આમ કરવાથી વાળ સફેદ થતા અટકે છે,જો તમે ઈચ્છો તો સુકા આમળા મીઠા વગરના હોય તો તેને નારિયળ તેલમાં ગરમ કરીને પછી તે તેલ પણ લગાવી શકો છો.