Site icon Revoi.in

પાણીમાં કામ કરીને જો તમારા હાથ પગમાં  ચીરા પડે છે,તો આ રીતે મેળવો છૂકારો- સ્કિન બનશે કોમળ 

Social Share

હાલ શિયાળામાં સૌ કોઈને સ્કિનની પ્રોબલેમ સતાવતી હો છે, ખાસ કરીને પાણીમાં કામ કરતી સ્ત્રીઓને પગમાં ચીરા પડલાની ફરીયાદ હોય છે, પગમાં ચીરા પડવાની સાથે ક્યારેક ક્યારેક તેમાંથી લોહી પણ નીકળતું હોય છે, ખાસ શિયાળામાં આ પ્રકારની ફરીયાદો રહે છે આવી સ્થિતિમાં તમારે તમારા પગની અને હાથની સ્કિનની ખૂબ કાળજી રાખવી જોઈએ

નેચરલ મલમનો કરો ઉપયોગ

ઠંડીની ઋતુમાં ફાટેલી પગની એડીને સુધારવા મલમનો ઉપયોગ કરો. આજકાલ મેડિકલમાં આર્યુવેદિક મલમ મળતા હોય છે રાત્રે સુતા વખતે તેને પગની એડીમાં અને હાથમાં પડેલા ચીરામાં ભરીદો ,રોજ આમ કરવાથી તમારી હાથ પગની સ્કિન કોમળ બનશે અને ફાટેલી સ્કિન સારી બનશે

દિવેલનો કરો ઉપયોગ

પગની ફાટેલી સ્કિન માટે દિવેલનો ઉપયોગ બેસ્ટ છે,પગમાં પડેલા ચીરાને સારા કરવા માટે દિવેલ મહત્વનો ભાગ ભજવે છે, રાત્રે સુતા વખતે તમારા પગના ચીરામાં દિવેલથી માલિશ કરીલો, અને સવારે જાગીને નવશેકા પણીથી પગ ઘોઈલો આમ કરવાથી પગના ચીરામાં રાહત મળશે, અને તેમાંથી બ્લડ પણ નહી નીકળશે.

મીણનો ઉપયોગ

સામાન્ય રીતે તમને આ વાત જાણીને નવાઈ ચોક્કસ લાગશે કે મીણ પગના ચીરા અને હાથના ચીરાને મટાડવા માટે રામબાણ ઈલાજ ગણાય છે, મીણને ઓગાળીને જ્યા ચીરા પડ્યા હોય ત્યા ભરીદો, મીણ ઠંડું પડે પછી ભરવું ગરમમાં તમે દાઝી ષશકો છો, આમ રોજે રોજ 15 દિવસ સુધી કરવાથી ફાટેલા ચીરામાં રાહત મળે છે ,જેમેજ થતી સ્કિન સુધરે છે.