તમારા ઘરના સ્વિચબોર્ડ કાળા પડી ગયા છે,તો તેને સાફ કરવા માટે જાણીલો એ ટ્રિક
સ્વિચબોર્ડ પર જામેલી દૂળને સાફ કરવી
આપણા ઘરમાં જોવા મળતા સ્વિચ બોર્ડ ચીકણા અને કાળા પડી જાય છે કારણ કે કિચનનો ઘુમાડો ઘરના દરેક ખુણામાં પ્રસરે છે જેને લઈને સ્વિચ પર કાળાશ અને ચીકાશ બન્ને જામી જાય છે ખાસ કરીને કિચનના સ્વિચ બોર્ડ ખૂબ જ ગંદા થતા હોય છે આ ગંદા થયેલા સ્વિચ બોર્ડને સાફ કરવા માટે કેટલીક ટ્રિક જોઈશું
આ બાબત ખાસ ધ્યાનમાં રાખો
કાળા પડી ગયેલા સ્વીચ બોર્ડને સાફ કરતા પહેલા, સૌથી મહત્વની બાબત એ છે કે પાવર સપ્લાય મેઈન હોય તે બંધ કરી દો, નહીં તો તમને વીજ કરંટ લાગી શકે છે. ઘરના અન્ય સભ્યોને પણ વીજ પુરવઠો બંધ કરવા વિશે માહિતી આપો, જેથી સફાઈ દરમિયાન આકસ્મિક રીતે પાવર ચાલુ ન થાય.
બોર્ડ સાફ કરવા આ ટ્રિક અપનાવો
ટૂથપેસ્ટનો ઉપયોગ અન્ય ઘણી વસ્તુઓને સાફ કરવા માટે થાય છે અને તમે સ્વીચ બોર્ડને પણ સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટ સ્વીચ બોર્ડ પરના ડાઘ અને ગંદકીને સંપૂર્ણપણે સાફ કરી શકે છે.તે માટે એક વાસણમાં 3-4 ચમચી ટૂથપેસ્ટ લો અને તેમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પછી, તેમાં પાણીના થોડા ટીપાં ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને તેને સ્વીચ બોર્ડ પર લગાવો અને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. 10 મિનિટ પછી, ટૂથબ્રશ અથવા ક્લિનિંગ બ્રશથી સ્વીચ બોર્ડને સ્ક્રબ કરી લો.
આ સાથે જ તમે હેન્ડ સેનેટાઈઝરની મદદથી પણ સ્વિચ બોર્ડને સાફ કરી શકો છો, એક કટકો હેન્ડ સેનેટાઈઝર વડે ભીનો કરો અને તેની મદદથી સ્વિચ સાફ કરો.