- કિચનના ખાનામાં હંમેશા પ્લાસ્ટિક પાથરવાનું રાખવું
- બરણીઓ તથા ડબ્બાઓના ઢાંકણને પ્લાસ્ટિકના પેપરથી કવર કરવા
રસોડું એટલે ગૃહિણીઓની પ્રયોગશાળા જો એમ કહીએ તો પણ કંઈ જ ખોટૂં નથી, દરેક ગૃહિણી આ પ્લેટફોર્મ પરથી અવનવું શીખતી હોય છે, રસોઈ બનાવીની શરુઆત દરેક સ્ત્રી આ કિચનથી કરે છે, ત્યાર બાદ તે દરેક જવાબદારી સંભાળતી થી જા છે અને પછી ઘરના અનેક સ્ભયોની રસોી હોય કે કિચનની માવજત કરવાની હોય દરેક કાર્યમાં તે કુશળતા મેળવી લે છે.
જો કે કિચનને ક્લિન રાખવું એટલું પણ સરળ કામ તો નથી જ, તેના માટે દર 4 થી 5 દિવસે ખાસ સમય કાઢીને સાફ સફાઈ કરવી પડતી હોય છે, કિચનમાં તેલના વધારથી લઈને શાક દાળ કે કુકરની સિટી વાગવાને કારણે કિચનમાં ઘણી ચીકાશ જામી તી હોય છે અને સૌથી અઘું કામ છે કિચનના ખનાઓ સાફ કરવા.
કિચને તેલ વરાળ અને ચીકાશથી દૂર રાખવા આટલું કરો
- કિચનના ખાના કે ડ્રોએરમાં કોઈ પણ વસ્તુઓ રાખતા પહેલા તેમાં પ્લાસ્ટિક મૂકવાનું રાખો, આ માટે ખાનાની સાઈઝનું એક મોટૂ પ્લાસ્ટિક કટ કરી રાખી મૂકવું ,જો કે આ પ્રકારના પ્લાસ્ટિક હવે માર્કેટમાં તૈયાર મળતા હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી તેલની વરાળ ખાનામાં લાગશે નહી
- કિચનમાં ચમચી, થાળી ગ્લાસ કે પછી નાના મોટા ડબ્બા મૂકવાના જેટલા પણ ડ્રોઅર છે તેમાં પણ તમે પ્લાસ્ટિક મૂકવાની આદત રાખો જેથી જો વાસણ ભીના હશે તો ખાના બગળશે નહી અને કાંટ પણ લાગશે નહી.
- પાણીના ગ્લાસ જ્યા પમ તમે રાખતા હોવ ત્યા પણ એક જાડૂ પ્લાસ્ટિક રાખો જેથી કરીને પાણીની ખારાશ જે તે ખાનામાં લાગે નહી
- આ સાથે જ જો કિચનમાં જ તમે ફ્રિજ રાખતા હોવ તો ફ્રિજની ઉપર કવર રાખવાનું ભૂલશો નહી
- કપડા ઘોવાનું વોશિંગ મશિન ,મિક્સર મશિનમાં પણ ઉપરનું કવર લગાવાનું ચોક્કસ રાખો જેથી તેલની વરાળથી આ મશીન ચીકણા નહી થાય
- કિચનમાં અનાજ કે વસ્તુઓ ભરવાના ડબ્બાઓના ઢાંકણને તમે ન્યૂઝ પેપર અથવા તો પ્લાસ્ટિકની પીચકરથી કવર કરી શકો છો જેથી જ્યારે પમ તમે ઘરની સફાઈ કરો અને ડબ્બાઓ ઘોવા કાઢો તો વધુ મગેનત નહી થાય કારણ કે કવરના કારણે ઢાંકણ પર ચીકાશ કે મેલ લાગ્યો નહી હોય
- કિચનમાં જ્યા તમે ગેસ રાખો છો તેની દિવાસ પણ વોલ પેપર વડે કવર કરીલો, અટલે જ્યારે પમ રસોી બની જાય ત્યારે આ વોલપેપર વાળી વોલ પર તમે સાબુ કે પાવડર વાળું પોતું કરીવે સાફ કરી શકો અને દિવાલ વોલપેપરના કારણે ચીકળી કે પીળી નહી થાય