- સ્કિનની કાળજી રાખો ઘરમાં રહેલી વસ્તુઓથી
- મધ,દહીં જેવી વસ્તુ તમારી સ્કિનને બનાવે છે કોમળ
બદલતી ઋુતુ સાથે આપણી સ્કિન ખૂબ જ રુખી સુખી થઈ જાય છે, ચામડી જાણે કડક થવા લાગે છે અને આમ થવાથી હાથ પગની સ્કિનમાં ખંજવાળ પણ આવવા લાગે છે, કોઈ પણ ઋતુમાં જ્યારે તમે નાહીને બહાર આવો છો ત્યારે તરત જ સાબુ કે બોડિવોશ શરીર પર ઉઘડી આવે છે અને ત્વચા રુસ્ક થઈ જાય છે,
જો તમારે હંમેશા ત્વચાને નરમ રાખવી હોય તો તમારે પણ પ્રકારના મોંધા મોંધા બોડિ લોશન કે ક્રીમ કે પછી વેસેલિન વાપરવાની બિલકુલ જરુર નથી, ત્વાચાને કાયમ માટે નરમ રાખવા તમે તમારા કિચનમાં રહેલી જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો .જેનાથી ત્વચા મુલાયમ કોમળ તો બનશે જ અને ફાટેલી ત્વચા પણ સુઘરશે.
ઘરમાં રહેલી વસ્તુઓની જો વાત કરવામાં આવે તો મધ, દહીં,બેસન, દૂધ,મલાઈ આ વસ્તુઓ તમારી સ્કિન માટે મોશ્ચોરાઈઝર તરીકે કામ કરે છે તેનો સાચી રીતે અને સાચા સમયે જો ઉપયોગ કરવામાં આવે તો તમારી સ્કિન ઠંડીમાં પણ કોમળ સ્મૂથ અને મુલાયમ બની રહેશે
કોપરેલઃ-પહેલાના સમયમાં જ્યારે વેસેલિન જેવું કઈ નહોતું ત્યારે સ્કિન માટે લોકો કોપરેલનો જ ઉપયોગ કરતા આજે પણ રુસ્ક ત્વચા માટે કોપરેલનો ઉપયોગ કરવામાં આવે છે,કોપરેલમાં ફેટી એસિડ્સ રહેલા હોય છે જેને કારણે ત્વચાનું કુદરતી મોઈશ્ચર જળવાઈ રહે છે. તમારી સ્કિન જ્યાં કોરી પડી ગઈ હોય તો કોકોનટ ઑઈલ હૂંફાળુ કરીને દિવસમાં એક કે બે વાર લગાવો.
મધ- ધનું કામ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવાનું છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ માઈક્રોબિયલ તત્વો રહેલા છે જેને કારણે તે ડ્રાય સ્કિન માટેનો આદર્શ ઉપચાર છે. દૂધના પાવડરમાં ચપટી હળદર અને મધ મિક્સ કરી ચહેરા પર લગાવો. આ પેસ્ટ ચહેરા પર 15 મિનિટ રહેવા દો અને સાદા પાણીથી ધોઈ નાંખો.જેનાથી સ્કિન કોમળ બનશે
દહીં- દહીં ખાવામાં પણ હેલ્ધી હોય છે તે રીતે વાળ અને ત્વચા માટે પણ સારુ માનવામાં આવે છે,તમારી મૃત ત્વચાને હટાવીને દહીંને સ્કિનને સોફ્ટ અને ચમકદાર બનાવે છે. આ માટે અડધો કપ દહીંમાં 3 ચમચી મધ મિક્સ અને 1 ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેનાથી 3-4 મિનિટ માટે ફેસ પર મસાજ કરો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.જેનાથી ત્વચા મુલાયમ બનશે
કઢી લીમડોઃ- લીમડો ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે અને ખંજવાળ ઘટાડે છે. 2 ચમચી લીમડાના પાનના પાવડરને 1 ચમચી મધ અને હળદર પાવડર સાથે મિક્સ કરો. અને ચહેરા પર 10 મિનિટ માટે અપ્લાય કરો તેનાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે