- પેટની સમસ્યામાં આ મલાઓ ગુણકારી
- રોંજરોજ આ મલાસાનું સેવન કરી પેટની પીડાને દૂર કરો
સામાન્ય રીતે ઘણા લોકો બહારનું ભોજન જમતા હોય છે અને એમા પણ જે લોકો જંક ફૂડ જમે છે તેમનું પેટ વારંવાર ખરાબ થાય છે ખોટો આહાર તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે સાદો ખોરાક લેવો જોઈએ જો કે આ સાથે જ અવા કેટલાક મસાલાઓ છે કે જે તમારા પેટની ખરાબીને દૂર કરે છે તેનું સેવન કરવું જોઈએ,તો ચાલો જાણીએ પેટ ખરાબ હોય ત્યારે કયા મસાલાઓનું સેવન યોગ્ય ગણાય છે.
લવિંગઃ- લવિંગ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તમે તેને ચામાં મિક્સ કરીને પી શકો છો. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર છે.
કેસરઃ- પેટ માટે પણ કેસર ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે તેને રાત્રે દૂધમાં મિક્સ કરીને પીશો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. તેના સેવનથી હાડકાના રોગ ઓસ્ટીયોપોરોસીસ થવાનું જોખમ ઓછું થાય છે.કેસરથી ત્વચા પણ ગ્લો કરે છે.
સંચળઃ- સંચળના ગુણ ગેસને દૂર કરવાનો છથે,જો પેટ ખરાબ રહેતું હોય તો તમે પાણીમાં લીબું અને સંચળ નાખીને પી શકો છો,અથવા જમવામાં છાસ જોડે લઈ તેમાં સંચળ નાખીને પીવાથી પેટવી તકલીફ દૂર થાય છે.
તુલસીઃ- પેટ માટે પણ તુલસી ખૂબ સારી ગણવામાં આવે છે. તે પેટને સ્વસ્થ રાખવા માટે સારું માનવામાં આવે છે. તમે તુલસીના પાનને ચાવીને પણ ખાઈ શકો છો. અને તમે તેને ચા બનાવીને પી શકો છો. તેનાથી તણાવ પણ દૂર થાય છે. અને એસિડિટી પમ થતી નથી.
એલચીઃ- હૃદયને સ્વસ્થ રાખવા માટે એલચી ખૂબ જ સારી માનવામાં આવે છે. આ કોલેસ્ટ્રોલના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનો ઉકાળો પીવાથી પેટ માટે લાભ થાય છે. તે શરીરના દુખાવા અને સાંધાના દુખાવો મટે છે.