IFFI જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપેગન્ડા ગણાવી,અનુપમ ખેરે કર્યો પલટવાર
મુંબઈ:અનુપમ ખેર એક એવા બોલિવૂડ એક્ટર છે જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તેણે IFFI એટલે કે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યુરી હેડ નદવ લાપિડના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.વાસ્તવમાં ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લાપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની નિંદા કરી હતી અને તેને અશ્લીલ ફિલ્મ ગણાવી હતી.તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.તેના પર પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે.
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની વિવાદાસ્પદ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું આ અપમાનજનક નિવેદન સોશિયલ મીડિયા પર ધીરે ધીરે ખળભળાટ મચાવી રહ્યું છે.આવી સ્થિતિમાં ટ્વિટર પર પણ કાશ્મીર ફાઇલ્સ ટ્રેન્ડ થવા લાગી છે.આ અંગે ફિલ્મ મેકર્સ અને મોટા સ્ટાર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અનુપમ ખેરની ટ્વીટ
અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું છે કે,’જૂઠની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય.. સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે..’ અભિનેતાનું આ ટ્વિટ સ્પષ્ટ કરે છે કે તેને નદવ લાપિડના શબ્દો સામે વાંધો છે.
झूट का क़द कितना भी ऊँचा क्यों ना हो..
सत्य के मुक़ाबले में हमेशा छोटा ही होता है.. pic.twitter.com/OfOiFgkKtD— Anupam Kher (@AnupamPKher) November 28, 2022
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.આ ફિલ્મની રિલીઝ પહેલા અને પછી ઘણો વિવાદ થયો હતો.ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. લોકોએ આ ફિલ્મની વાર્તાને લઈને ઘણો વાંધો ઉઠાવ્યો હતો.તેમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા દર્શાવવામાં આવી હતી.