Site icon Revoi.in

IFS દિવસઃ વિદેશમંત્રી એસ જયશંકરે વિદેશ સેવા માટે કામ કરતા લોકોને અભિનંદન પાઠવ્યા -વિશ્વ સ્તરે ભારતના હિતને વધારવાની કહી વાત

Social Share

દિલ્હી  – IFS દિવસ પર, વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે વિદેશ સેવામાં કામ કરતા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય વિદેશ સેવા આવનારા વર્ષોમાં વધુ મજબૂતાઈ સાથે વિકાસ કરશે અને વિશ્વ સ્તરે ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે.તેમણે અનેક વિતેલા કિસ્સાઓ પણ યાદ કર્યા હતા.

આજના ખઆસ દિવસે વિદેશ મંત્રીએ સતત એક પછી એક ટ્વિટ કરીને કહ્યું છે કે  સેવાનો જન -કેન્દ્રિત અભિગમ દેશ અને વિદેશમાં વ્યાપકપણે પ્રગટ થાય છે. અન્ય એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે સમગ્ર દેશે જે શાનદાર રીતે વિદેશી સેવાના સભ્યોએ ઓપરેશન ગંગાના પડકારોનો સામનો કર્યો તે પણ બિરદાવાલાયક છે.

આ સાથે જ તેમણે કહ્યું કે IFS આવનારા વર્ષોમાં વધુ  આગળ વિકાસ કરશે, જે એક નવા અને આત્મવિશ્વાસુ ભારતને પ્રતિબિંબિત કરશે. તેમજ તે 2047 માટેના આપણા રાષ્ટ્રીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ મળશે.