Site icon Revoi.in

ચીનની ધમકીઓને અવગણીને તાઈવાન પહોંચી નેન્સી પેલોસી,ઈમરજન્સી એલર્ટ જારી  

Social Share

દિલ્હી:અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે તાઇવાન પહોંચ્યા હતા. ચીન સ્વ-શાસિત તાઇવાન પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે.એક અધિકારીએ જણાવ્યું કે,વડાપ્રધાન ઇસ્માઇલ સાબરી યાકૂબ સાથે લંચ પર મુલાકાત કર્યા પછી પેલોસીનું વિમાન મલેશિયાઈ વાયુસેના બેઝથી નીકળ્યું હતું,અધિકારીઓને મીડિયા સાથે વાત કરવાની અનુમતિ ન હોવાના કારણે ઓળખ ગુપ્ત રાખવા વિનંતી કરી છે.

પેલોસી આ અઠવાડિયે એશિયાના પ્રવાસે છે અને બધાની નજર નેન્સીની તાઈવાનની સફર પર છે.અમેરિકી સંસદના નીચલા ગૃહની સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના તાઈપેઈ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.ચીનની ધમકીને કારણે નેન્સીના વિમાનને 22 અમેરિકન જેટ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.

તાઈવાનને પોતાના દેશનો હિસ્સો માનનાર ચીને વારંવાર ચેતવણી આપી છે કે,જો પેલોસી ત્યાં પ્રવાસે જશે તો તે જવાબી કાર્યવાહી કરશે અને કહ્યું કે,તેની સેના હાથ જોડીને બેસી રહેશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે મંગળવારે બેઇજિંગમાં કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ અને તાઈવાને હાથ મિલાવીને પ્રથમ ઉશ્કેરણીનું કામ કર્યું છે અને ચીનને માત્ર સ્વરક્ષણમાં કાર્યવાહી કરવાની ફરજ પડી છે.” હુઆએ કહ્યું કે ચીન સતત અમેરિકાના સંપર્કમાં છે. અને સ્પષ્ટતા કરી છે કે જો આ યાત્રા થશે તો તે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.