Site icon Revoi.in

કોરોનાના નવા વરિએન્ટ ઓમિક્રોનને લઈને આઈઆઈટી બોમ્બેની ચેતવણી -ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલમાં ઓમિક્રોન વાયરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી, ભારતમાં પણ દિવસેને દિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસો નોંધાઈ રહ્યા છે, જો કે, કોરોનાના કેસો દૈનિક સ્તરે 10 હજારની અંદર જ આવી રહ્યા છે પરંતુ નવા વેરિએન્ટે ત્રીજી લહેરની શંકાઓ વ્યક્ત કરી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ સાથે, ભારતમાં કોરોના વાયરસના વધતા નવા જોખમોને કારણે કોરોનાની મહામારીની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં આવી શકે છે. જો કે, તે પહેલાની લહેર કરતાં નબળા રહેવાની પણ ધારણા છે. આ દાવો આઈઆઈટીની ડેટા સાયન્ટિસ્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના મતે ત્રીજી લહેરમાં મહત્તમ કેસ દરરોજ 1 થી 1.5 લાખ સુધી આવી શકે છે. અભ્યાસ ટીમમાં સામેલ ડેટા સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે આ મોટા આંકડા પાછળ ઓમિક્રોનનો હાથ હોઈ શકે છે.

આ નવા વેરિએન્ટ વિશે ચિંતા જતાવતા અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લી વખત નાઇટ કર્ફ્યુ અને ભીડવાળી ઘટનાઓને અટકાવીને સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.ત્યારે હાલ પણ હળવા સ્તરે લોકડાઉન લાગુ કરીને નિયંત્રિત કરી શકાય છે.અત્યાર સુધી જોવા મળ્યું છે કે નવો વેરિેન્ટની ધાતકતા ડેલ્ટા જેવી નથી,આટલા કેસ હોવા છત્તાદાખલ થનારાની સંખ્યા ઓછી છે.જો કે તેને હળવાશમાં લેવું ન જોઈએ.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક ફોર્મ્યુલા-મોડલ રજૂ કર્યું હતું, જેમાં જો વાયરસનું નવું સ્વરૂપ દેખાય તો ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ હતી. જો કે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ સામે આવ્યું છે. તેથી, વિભાગના મોડેલમાં વ્યક્ત કરાયેલી આશંકા સંપૂર્ણપણે દૂર થઈ નથી, માત્ર સમય બદલાઈ શકે છે.