1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IIT કાનપુરએ તૈયાર કરી ‘ઓક્સિજન ઓડિટ સિસ્ટમ એપ્લિકેશન’ -યૂપીની 60 હોસ્પિટલોની દેખરેખ શરુ
IIT કાનપુરએ તૈયાર કરી ‘ઓક્સિજન ઓડિટ સિસ્ટમ એપ્લિકેશન’ -યૂપીની 60 હોસ્પિટલોની દેખરેખ શરુ

IIT કાનપુરએ તૈયાર કરી ‘ઓક્સિજન ઓડિટ સિસ્ટમ એપ્લિકેશન’ -યૂપીની 60 હોસ્પિટલોની દેખરેખ શરુ

0
Social Share
  • IIT કાનપુરએ તૈયાર કરી ‘ઓક્સિજન ઓડિટ સિસ્ટમ એપ
  • અનેક હોસ્પિટલોનું કરશે મોનિટરિંગ

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે, અનેક રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે કેટાલક દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ઓક્સિજન પુરુ થાય તે પહેલા જ હવે વહિવટતંત્રને તેની જાણ થાય એવી એક ખાસ એપ્લિકેશન આઈઆઈટીના પ્રોફએસર મણીન્દ્ર અગ્રવાલની દેખરેખ હેઠળ માત્ર 24 કલાકમાં વિકસિત કરવામાં આવી હતી.જેના થકી દરેક હોસ્પિટલો પર નજર રાખી શકાશે.

કાનપુર આઈઆઈટીની ઓક્સિજન ઓડિટ સિસ્ટમ એપ્લિકેશનમાં ડેટા ફીડિંગનું કામ  વિતેલા દિવસને બુધવારથી શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓને પ્રથમ તબક્કામાં 60 હોસ્પિટલોની યાદી આપવામાં આવી છે. યુનિવર્સિટી હોસ્પિટલમાં હાજર બેડ-દર્દીઓની સંખ્યા, કોવિડ દર્દીઓની સંખ્યા, વેન્ટિલેટર, સામાન્ય ઓક્સિજન પરના દર્દીઓની સંખ્યા, ઓક્સિજનની ઉપલબ્ધ રકમ, વગેરેની માહિતીને અપડેટ કરશે.

આ સાથે સરકાર તથા વહીવટતંત્રને આ  એક જ એપ પર હોસ્પિટલો વિશેની તમામ માહિતી મળી રહેશે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ સર્જાય તે પહેલા ઓક્સિજન જીવનદાન માટે પૂરું પાડી શકાશે.

આ એપ્લિકેશનને લઈને પ્રો. અગ્રવાલે માહિતી આપી હતી કે આ 60 હોસ્પિટલો રાજ્ય સરકાર હેઠળ છે. દરેક યુનિવર્સિટીની પોતાની લોગિન આઈડી બનાવવામાં આવી છે, અને તેમણે ડેટા અપલોડ કરવો પડે છે. તેમણે કહ્યું કે ડેટા અપલોડ કર્યા પછી સરકાર તેના સ્તરથી આગળ કામ કરશે. એપ્લિકેશન એલ્ગોરિધમના આધારે એક રિપોર્ટ આપશે, જેના આધારે ઓક્સિજન આપવામાં આવશે. આ પ્રક્રિયા ઓક્સિજનનો બગાડ સંપૂર્ણપણે બંધ કરશે.

સાહિન

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code