દેશભરની શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગમાં IIT મદ્રાસે બાજી મારી, IIT દિલ્હી અને IIT મુંબઈને પણ આ યાદીમાં મળ્યું સ્થાન
- શિક્ષણ વિભાગે શૈક્ષિક સંસ્થાઓની યાદી જારી કરી
- આઈઆઈટી મદ્રાસ પ્રથમ સ્થાને
દિલ્હીઃ- ભારતમાં અનેક શૈક્ષિક સંસ્થાઓ આવેલી જ્યા હજારો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવાજતા હોય છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્રારા દર વર્ષે આ સંસ્થાઓ માટે એક રેન્કિંગ લીસ્ટ જારી કરવામાં આવે છે જેમાં દરેક સંસ્થાઓને જૂદી જૂદી કેટેગરીમાં રાખઈને ક્રમાંક આપવામાં આવે છે ત્યારે આજરોજ 5 જૂને શિક્ષણ વિભાગ દ્રારા શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ વખતે પણ આઈઆઈટી મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે.NIRF રેન્કિંગ 2023 અનુસાર, ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IIT) મદ્રાસ દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે. IIT મદ્રાસે એકંદર કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે.
ત્યાર બાદ બીજા સ્થાનની વાત કરીએ તો આ પછી, IIT મદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે અકબંધ રહ્યો છે. આ પછી IIT દિલ્હી બીજા સ્થાને અને IIT બોમ્બે ત્રીજા સ્થાને આવી છે.
ભારતની ટોચની કોલેજોની વાત કરીએ તો, દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ આ શ્રેણીમાં જોવા માટે શ્રેષ્ઠ કોલેજ છે. આ પછી DUની હિન્દુ કોલેજ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લોરની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને છે.સોમવારે જાહેર કરાયેલ NIRF રેન્કિંગ પ્રમાણે, ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરે પણ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની શ્રેણીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર ઈનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે જોવા મળે છે.જો ફાર્માસી કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ , હૈદરાબાદ એ NIRF રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ સહીત ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને IIM બેંગ્લોર જ્યારે ત્રીજા સ્થાને IIM કોઝિકોડ જોવા મળે છે.આ સાથે જ કાયદાકિય યુનિવર્સિટી વિશે વાત કરવામાં આવે તો નેશનલ લો યુનિવર્સિટી (NLU) બેંગ્લોરને NIRF રેન્કિંગ 2023 માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ પછી NLU દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.