ઓછી કિંમતમાં મકાન બનાવવાની ટેકનિકની શોધને પ્રોત્સાહિત કરશે આઈઆઈટી મદ્રાસ
બેંગ્લોરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દ્વારા હાઉસિંગ ઇન્ક્યુબેટર ‘આશા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ઓછા ખર્ચેમાં લોકોને પોસાય તેવા ઘરો બનાવવા અને આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે નવીન રીતો શોધવાનો છે.
એક્સિલરેટર એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટર્સ એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ એક પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ, તે ટેક્નોલોજીઓને સપોર્ટ આપવામાં આવે છે જે બજારમાં નથી અને બજારમાં આવવા માટે તૈયાર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ક્યુબેટર દ્વારા ઘણા સ્ટાર્ટઅપ્સને મદદ કરવામાં આવી છે. આમાં ટીવાસ્ટાનો પણ સમાવેશ થાય છે, જેણે COVID-19 ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા PPEને સુરક્ષિત રીતે દૂર કરવા માટે દેશનું પ્રથમ 3D-પ્રિન્ટેડ ઘર અને પ્રથમ 3D-પ્રિન્ટેડ ડોફિંગ યુનિટ બનાવ્યું છે.
આશા ઇન્ક્યુબેટરનો ઉદ્દેશ્ય ટેક્નોલોજીની ઓળખ, નવીન વિચારોને ટેક્નિકલ સપોર્ટ, તેમને બિઝનેસ સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પર સલાહ આપવાનો છે. આ પહેલમાં, આશા-ભારત કેન્દ્રો આવી ટેક્નોલોજીની અસરકારક ડિઝાઇન માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં મદદ કરશે. આ માટે પાંચ સંસ્થાઓ IIT મદ્રાસ, ખડગપુર, બોમ્બે અને રૂરકી અને આ સિવાય CSIR-NEIST, જોરહાટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા આશા પહેલ PMAY-U ના ટેક્નોલોજી સબ-મિશન હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત હાઉસિંગ સેક્ટરના ટેક્નોલોજી એન્ટરપ્રાઇઝિસને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો લોકોને પોતાની માલિકીનું ઘર મળી રહે તે દિશામાં કામગીરી કરી રહી છે. ત્યારે મદ્રાસ આઈઆઈટીની આ પહેલનો આગામી દિવસોમાં ફાયદો થવાની આશા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે.
(Photo-Social Media)